નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ વેક્સીનેશન અભિયાન (Vaccination Drive) શરૂ થઈ ચૂક્યું છે. સરકારે પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓ (Health Workers)ને સામેલ કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે વેક્સીન કાર્યક્રમના બીજા ચરણમાં રાજનેતાઓને વેક્સીન આપવામાં આવી શકે છે. આ દરમિયાન સાંસદો અને ધારાસભ્યોને પણ વેક્સીન આપવામાં આવી શકે છે, જેઓ વધુ ઉંમરના છે અને બીમારીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે દેશમાં અનેક દિગ્ગજ નેતાઓની ઉંમર 80 વર્ષથી વધુ છે, જેમને વેક્સીનેશન કાર્યક્રમમાં અગ્રિમતા મળી શકે છે. આવા નેતાઓમાં બે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) અને એચડી દેવગૌડા પણ સામેલ છે.
સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે વેક્સીન કાર્યક્રમ અલગ અલગ ચરણોમાં પૂરું કરવામાં આવશે. અનુમાન છે કે આ ડ્રાઇવનું બીજું ચરણ એપ્રિલથી શરુ થઈ શકે છે. જેમાં દેશના 50 વર્ષથી વધુ ઉંમરવાળા મંત્રીઓ અને જનપ્રતિનિધિઓને વેક્સીન આપવામાં આવશે. આ ચરણમાં વડાપ્રધાન અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે. આંકડાઓથી જાણી શકાય છે કે લોકસભામાં 300થી વધુ અને રાજ્યસભામાં લગભગ 200 સાંસદ 50 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા છે.
મળતી માહિતી મુજબ, દરેક ચરણ માટે સરકારે અલગ તૈયારીઓ કરી છે. એવામાં દેશમાં વેક્સીન કાર્યક્રમના પહેલા ચરણમાં કોઈ પણ જનપ્રતિનિધિને વેક્સીન નહીં આપવામાં આવે. રિપોર્ટ્સ મુજબ વેક્સીન પ્રણાલીથી જોડાયેલા એક અધિકારીને હવાલો સોંપવામાં આવ્યો છે.
દેશમાં વેક્સીન કાર્યક્રમ શરૂ થતાં પહેલા જ લોકોએ તેની સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રો અનુસાર એવામાં વેક્સીનને લઈ તૈયાર કરવામાં આવેલા નેશનલ ટાસ્ક ફોર્સે પણ આ વાતને માની હતી કે 27 કરોડ લોકોને વેક્સીન આપવા માટે નેતાઓનો સહયોગ જરુરી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો રાજનેતાઓ વેક્સીન કાર્યક્રમમાં સામેલ થાય છે તો તેનાથી લોકોના મનમાં વેક્સીનને લઈ ઊભા થઈ રહેલા સવાલો દૂર કરવામાં મદદ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર