દેશના જવાનોના શૌર્યના કારણે કાશ્મીરમાં કલમ 370 દૂર કરી શક્યા: મોદી

News18 Gujarati
Updated: October 27, 2019, 6:32 PM IST
દેશના જવાનોના શૌર્યના કારણે કાશ્મીરમાં કલમ 370 દૂર કરી શક્યા: મોદી
મોદીએ જવાનોને સંબોધન કર્યુ હતું

મોદીએ આ સમયે કહ્યું કે, દેશની જવાનોની તાકાતને કારણે અમે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શક્યા,”

  • Share this:
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાન સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને તેમની આ આકસ્મિક મુલાકાતથી જવાનો ઉત્સાહિત થઇ ગયા હતા.

જવાનો નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને નવા વર્ષની શૂભકામનાઓની આપ-લે કરી હતી. આ જવાનો લાઇન ઓફ કન્ટ્રોલ પર ફરજ બજાવે છે અને રાજૌરી જિલ્લાની સરહદે સતત નજર રાખે છે.

મોદીએ આ સમયે કહ્યું કે, દેશની જવાનોની તાકાતને કારણે અમે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શક્યા,”

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પેહલી મુલાકાત હતી.

મોદીએ જવાનો સાથે બી.જી બ્રિગેડ હેકક્વાર્ટર્સ ખાતે જવાનો સાથે સંવાદ કર્યો હતો.
એક જવાને કહ્યું કે, અમે ક્યારેય વિચાર્યુ નહોતું કે, વડાપ્રધાન અમને મળશે અને અમારી દિવાળી વિશેષ બનાવશે. આ એક સરપ્રાઇઝ મુલાકાત હતી.જવાનો રાત દિવસ જોયા વગર સરહદ પર સેવા આપે છે અને દેશને સુરક્ષિત રાખે છે અને આવી ઘટનાઓ તેમના નૈતિક જુસ્સાને વધારે છે.

એક આંકડા પ્રમાણે, આ વર્ષે પાકિસ્તાને 2100 વખત શસ્ત્ર વિરામનું ઉલ્લઘંન કર્યુ હતું. જેમાં 29 જવાનો શહિદ થયા હતા અને કેટલાયે જવાનો ઘાયલ થયા હતા.

 

 
First published: October 27, 2019, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading