PM CARES Fundમાં સામેલ થશે 13 પ્રખ્યાત એક્સપર્ટ્સ, જાણો કેવી હશે રુપરેખા

PM CARES Fundમાં સામેલ થશે 13 પ્રખ્યાત એક્સપર્ટ્સ, જાણો કેવી હશે રુપરેખા
ફાઈલ તસવીર

આ ફંડમાં હેલ્થ ઇમરજન્સી સિવાય અન્ય પ્રકારની ઇમરજન્સીને પણ સામેલ કરવામાં આવી છે

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ને જોતા કેન્દ્ર સરકારે ગત સપ્તાહે પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund)લોન્ચ કર્યું હતું. જેથી દેશના સામાન્ય નાગરિકથી લઈને સેલિબ્રિટ સુધી તેમાં દાન કરી શકે. હવે જાણકારી મળી રહી છે કે પીએમ કેયર્સ ફંડમાં કુલ 13 પ્રખ્યાત એક્સપર્ટ્સ પણ સામેલ થશે, જે સામાજિક ઉદ્દેશ્યથી પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિ આવવા પર પોતાની સહાયતા આપશે.

    આ ફંડમાં હેલ્થ ઇમરજન્સી સિવાય અન્ય પ્રકારની ઇમરજન્સીને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં નવી હેલ્થ સુવિધાઓને બનાવવાથી લઈને અપગ્રેડેશન ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. ઇકોનોમિક્સ ટાઇમ્સે પોતાના એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે.ગત સપ્તાહે (27 માર્ચ 2020) પીએમ કેયર્સ ફંડનું રજિસ્ટર કરવામાં આવ્યું હતું.



    ટ્રસ્ટના ચેરપર્સન તરીકે પ્રધાનમંત્રી પાસે અધિકાર હશે કે તે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં 3 લોકોને નોમિનેટ કરી શકે. જે રિસર્ચ, હેલ્થ, સાયન્સ, સામાજિક કાર્ય, કાનૂન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને જન કલ્યાણના ક્ષેત્રમાં પ્રખ્યાત એક્સપર્ટ્સ હોય. આ બોર્ડમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને વિત્ત મંત્રી પણ સામેલ હશે.

    પીએમ કેયર્સ ફંડમાં એ વાતની પણ વ્યવસ્થા છે કે 10 લોકોનું એડવાઇઝરી બોર્ડ બનાવવામાં આવે. આ બોર્ડમાં સામેલ થનાર સભ્યોને ટ્રસ્ટી જ પસંદ કરશે. એડવાઇઝરી બોર્ડમાં પસંદ થનાર લોકોમાં મેડિકલ પ્રેક્ટિસર્સ, હેલ્થકેયર પ્રોફેશનલ, શિક્ષાવિદ, ઇકોનોમિસ્ટ અને કાનૂનવિદ હશે.

    ઇટીના રિપોર્ટમાં એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટીની જવાબદારીઓ નક્કી કરવામાં આવી ચૂકી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં (PMNRF) આમ કરવામાં આવ્યું ન હતું.

    PMNRFમાં એડવાઇઝરી બોર્ડની કોઈ વ્યવસ્થા ન હતી. PMNRFમાં પ્રધાનમંત્રી, ડિપ્ટી પ્રધાનમંત્રી, વિત્ત મંત્રી, કોંગ્રેસ અધ્યક્ષ, ટાટા ટ્રસ્ટના પ્રતિનિધિ અને ફિક્કી દ્વારા નામિત ટ્રસ્ટ મેમ્બર તરીકે સામેલ થાય છે.
    Published by:News18 Gujarati
    First published:April 03, 2020, 20:51 pm

    ટૉપ ન્યૂઝ