Home /News /national-international /PM કેયર્સ ફંડની મદદથી બનેલા ઓક્સિજન પ્લાન્ટની ક્રેડિટ લઇ રહ્યા છે વિપક્ષ?

PM કેયર્સ ફંડની મદદથી બનેલા ઓક્સિજન પ્લાન્ટની ક્રેડિટ લઇ રહ્યા છે વિપક્ષ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ ગુરુવારે એઇમ્સ ઋષિકેશ, ઉત્તરાખંડમાં આયોજિત એક કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કેયર્સ અંતર્ગત સ્થાપિત 35 ઓક્સિજન પ્લાન્ટને સમર્પિત કર્યા

અમન શર્મા, નવી દિલ્હી : પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund) પર વિપક્ષી પાર્ટીઓ સતત પ્રહાર કરતી રહી છે પણ એવું ત્યારે નથી બન્યું જ્યારે તે ફંડની મદદથી બનાવવામાં આવેલા ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ( Oxygen Plants)ઉદ્ઘાટન રાજ્યોમાં રાજનેતાઓ દ્વારા ધૂમધામથી કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)ગુરુવારે પીએમ કેયર્સ ફંડની મદદથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તૈયાર કરવામાં આવેલા 35 ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરવાના એક દિવસ પહેલા પણ આવું કાંઇક જોવા મળ્યું હતું.

દિલ્હી અને ઉત્તરાખંડની રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રીના સમારોહના ઠીક એક દિવસ પહેલા બુધવારે ઘણા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ઘણા પ્લાન્ટ પીએમ કેયર્સ ફંડની મદદથી પણ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના એક સૂત્રએ આ મામલે કહ્યું કે પીએમ કેયર્સને સતત બદનામ કર્યા પછી વિપક્ષે પીએમ કેયર્સ ફંડેડ ઓક્સિજન પ્લાટનું ઉદ્ઘાટન કર્યું અને તેનો શ્રેય પોતે લઇ લીધો.

ઉદાહરણ તરીકે - કેન્દ્ર સરકારના સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું કે 6 ઓક્ટોબરે દિલ્હી સરકારના ઘણા મંત્રીઓ દ્વારા ઉદ્ઘાટન કરેલા 27 ઓક્સિજન પ્લાન્ટમાંથી 14 પીએમ કેયર્સ ફંડથી બનાવવામાં આવ્યા છે અને બાકી પ્લાન્ટ માટે અન્ય ઉદ્યોગ નિગમ તરફથી ફંડિંગ કરવામાં આવ્યું છે. એક સૂત્રએ કહ્યું કે દિલ્હી સરકાર તરફથી આ ઉદ્ઘાટન સમારોહ પહેલા જાહેર કરેલી જાહેરાતોમાં આ પ્લાન્ટની સ્થાપના માટે પીએમ કેયર્સ ફંડને કોઇ શ્રેય આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો - BJPની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં મેનકા અને વરૂણ ગાંધીને ના મળ્યું સ્થાન, જાણો કેમ?

ભાજપાએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો આરોપ

દિલ્હી ભાજપાના મહાસચિવ કુલજીત સિંહ ચહલે કહ્યું કે બુધવારે દિલ્હી સરકારના મંત્રીઓએ જે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાંથી મોટાભાગના પ્લાન્ટનું ફંડિંગ પીએમ કેયર્સ ફંડમાંથી કરવામાં આવ્યું હતું. ચહલે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહી છે. ચહલે તેમાંથી કેટલાક પ્લાન્ટના વીડિયો પણ મુક્યા છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ બુધવારે પીએમ કેયર્સ ફંડથી બનેલા 27 ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ઝારખંડ સરકાર દ્વારા જાહેર કરેલી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પ્લાન્ટ માટે પીએમ કેયર્સ ફંડ દ્વારા રકમ મળી છે. જોકે રાજ્ય ભાજપાએ ઝારખંડ સરકારની ટિકા કરતા કહ્યું કે સીએમ સોરેને પ્રધાનમંત્રી દેશભરમાં ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરે તેના એક દિવસ પહેલા જ સમારોહનું આયોજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગુરુવારે એઇમ્સ ઋષિકેશ, ઉત્તરાખંડમાં આયોજિત એક કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કેયર્સ અંતર્ગત સ્થાપિત 35 ઓક્સિજન પ્લાન્ટને સમર્પિત કર્યા. તેમણે કહ્યું કે આ સાથે દેશના બધા જિલ્લામાં હવે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ થઇ જશે.
First published:

Tags: Oxygen Plants, Pm cares fund, નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો