Home /News /national-international /

બ્રિટનમાં રાજકીય સંકટ, 48 કલાકમાં 50 મંત્રીઓએ પદ છોડ્યા બાદ પીએમ બોરિસ જોનસન પણ રાજીનામું આપવા તૈયાર

બ્રિટનમાં રાજકીય સંકટ, 48 કલાકમાં 50 મંત્રીઓએ પદ છોડ્યા બાદ પીએમ બોરિસ જોનસન પણ રાજીનામું આપવા તૈયાર

વડાપ્રધાન બોરિસ જોન્સનની ફાઇલ તસવીર

Britain Politics: જો બોરિસ જોનસન રાજીનામું આપે છે, તો નવા પીએમની રેસમાં ભારતીય મૂળના બ્રિટનના ભૂતપૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી લિઝ ટ્રસને આગળ છે.

  બ્રિટનમાં રાજકીય (Britain Politics) સંકટ ઘેરું બની રહ્યું છે. એક પછી એક મંત્રીઓ રાજીનામા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન બોરિસ જોનસન (PM Boris Johnson) પર પણ રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે. યુકેના મીડિયા અનુસાર, બોરિસ જોનસન પણ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે.

  મીડિયાના અહેવાલ પ્રમાણે, આજે (ગુરૂવારે) મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન રાજીનામું આપી શકે છે. પરંતુ તેમણે ઇચ્છા દર્શાવી છે કે, નવા પીએમની નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી હું પદ પર રહેવા માંગુ છું. નોંધનીય છે કે, બ્રિટનના રાજકારણમાં ઉથલપાથલ મચી છે. અત્યાર સુધીમાં 50થી વધુ સાંસદોએ રાજીનામા આપી દીધા છે. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ એટલી હદે વકર્યો છે કે, 36 કલાક પહેલા જ મંત્રી બનેલા મિશેલ ડોનેલને પણ રાજીનામું આપી દીધું છે. બુધવાર સાંજ સુધીમાં કેબિનેટના 17 મંત્રીઓ, 12 સંસદીય સચિવ અને વિદેશમાં નિયુક્ત સરકારના 4 પ્રતિનિધીઓએ રાજીનામું આપું દીધું છે.

  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કર્યા બીજા લગ્ન, , જુઓ તસવીરો

  નવા પીએમ માટે ઋષિ સુનકનું નામ સૌથી આગળ

  જો બોરિસ જોનસન રાજીનામું આપે છે, તો નવા પીએમની રેસમાં બ્રિટનના ભૂતપૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી લિઝ ટ્રસને આગળ છે. સુનક કોરોના રાહત પેકેજને કારણે ખૂબ જ લોકપ્રિય છે. પીએમ પદની દાવેદારીમાં અગ્રેસર રહેલા ઋષિ સુનકના ઘરે ઘણો હંગામો થયો હતો.

  Video:  બે આતંકવાદીએ હિંસા છોડી આત્મસમર્પણ કર્યું

  આ દરમિયાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પણ સક્રિય થઈ ગઈ છે. અક્ષતા ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે. ગુરુવારે સુનકના ઘરે પ્રેસ કોન્ફરન્સમાં અક્ષતા બધા માટે ચા લાવતી જોવા મળી હતી.

  ઋષિ સુનક અને પત્નીની ફાઇલ તસવીર


  ઋષિ સુનકે પોતાના રાજીનામું આપતી વખતે જણાવ્યુ હતુ કે, કદાચ આ તેમના માટે અંતિમ મંત્રી પદ હોય શકે. સુનકે જણાવ્યું કે, જે કંઈ પણ થયું તેના માટે આ જરૂરી હતું અને એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. બીજી તરફ સાજિદ જાવિદે કહ્યું કે, વડાપ્રધાન તરીકે બોરિસ જોનસન વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. ઋષિ સુનકના પરિવારના મૂળ ભારતમાં છે અને સાજિદ જાવિદનો પરિવાર પાકિસ્તાન સાથે સંબંધિત છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: BRITAIN, UK PM Boris Johnson

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन