યુવાનો માટે રોજગારના અવસરો ઊભા કરવા માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ યોજના અંતર્ગત, કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય સોમવારે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 197 જગ્યા પર નેશનલ અપ્રેંટિસશિપ મેળાનું આયોજન કરશે.
Pradhan Mantri National Apprenticeship Mela: યુવાનો માટે રોજગારના અવસરો ઊભા કરવા માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ યોજના અંતર્ગત, કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય સોમવારે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 197 જગ્યા પર નેશનલ અપ્રેંટિસશિપ મેળાનું આયોજન કરશે. સ્થાનિક યુવાનોને એપ્રેંટિસશિપના માધ્યમથી પોતાના કરિયરને યોગ્ય દિશા આપવાના ઉદ્દેશ્યથી આ મેળામાં કેટલાય સ્થાનિક ઉદ્યમોને આમંત્રિત કર્યા છે. તેમાં કેટલીય કંપનીઓ ભાગ લેશે.
તેમાંથી સ્થાનિક યુવાનોને એપ્રેન્ટિસશિપના માધ્યમથી પોતાના કરિયરને યોગ્ય દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે, આ મેળામાં કેટલાય સ્થાનિક વ્યવસાયોને આમંત્રિત કર્યા છે. આ આયોજનમાં વિવિધ ક્ષેત્રોની કેટલીય કંપનીઓ પણ ભાગ લેશે. આ મેળામાં ભાગ લેનારા ઉમેદવારોને રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ પરિષદ દ્વારા એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેનાથી તેના માટે રોજગારના અવસરોમાં સુધાર થશે.
આ ડોક્યુમેન્ટની જરુર પડશે
જો કોઈ યુવાન તેના માટે અરજી કરવા માગે છે, તો તેને apprenticeshipindia.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને મેળાની માટે નજીકની જગ્યા શોધી ઉમેદવારો પાંચમાથી લઈને ધોરણ 12 સુધી પાસ હોવા જોઈએ. કૌશલ પ્રશિક્ષણ પ્રમાણ પત્ર, આઈટીઆઈ ડિપ્લોમા અથવા સ્નાતક કરેલું હોવું ફરજિયાત છે.
મેળામાં ઉમેદવારે પોતાનું રિઝ્યૂમની ત્રણ કોપી, તમામ માર્કશિટ અને સર્ટિફિકેટની ત્રણ કોપી, ફોટો આઈકાર્ડ, (આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ) અને પાસપોર્ટ આકારના ત્રણ ફોટો લાવવાના રહેશે. તો વળી જે ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન પહેલાથી કરાવી લીધું છે, તેમને અનુરોધ છે કે, તે પોતાના તમામ સંબંધિત દસ્તાવેજો સાથે આયોજન સ્થળ પર પહોંચવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર