મોદીની હત્યાના ષડયંત્રનો ખુલાસો: 'રાજીવ ગાંધીની માફક' જ ખાત્મો બોલાવવાનું કાવતરું

News18 Gujarati
Updated: June 8, 2018, 5:22 PM IST
મોદીની હત્યાના ષડયંત્રનો ખુલાસો: 'રાજીવ ગાંધીની માફક' જ ખાત્મો બોલાવવાનું કાવતરું
ફાઇલ તસવીર

  • Share this:
કોરેગાંવ હિંસામાં જોડાયેલા પાંચ આરોપીઓની પુણે પોલીસે કરી ધરપકડ, જે પૈકીના એકના ઘરેથી મળ્યો 'એક ઔર રાજીવ ગાંધી હત્યાકાંડ' વાળો પત્ર પણ મળ્યો

માઓવાદી પીએમ મોદીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યાં છે. પુણે પોલીસે શુક્રવારે કોરેગાંવ હિંસા કેસમાં જોડાયેલા અને આ યોજના સાથે સંલગ્ન આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ લોકો ઉપર આરોપ છે કે, તેઓ પ્રતિબંધિત કૉમ્યૂનિસ્ટ પાર્ટી (માઓવાદી) સાથે જોડાયેલા છે. આ પૈકીના એકના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં ઉલ્લેખ છે કે, માઓવાદી 'વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડ'ની યોજના બનાવી રહ્યા છે.

સરકારી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં રોના વિલસનના ઘરમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં એમ-4 રાઇફલ અને ગોળી ખરીદવા માટે 8 કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ છે. આ સાથે તેમાં 'વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડ' નો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે.

આ આરોપીના ઘરમાંથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, "પીએમ મોદીનો સમગ્ર દેશમાં વધી રહેલો વ્યાપ આમારી પાર્ટી માટે ખતરારૂપ છે. મોદી લહેરનો ફાયદો ઉઠાવીને બીજેપીએ દેશના 15થી વધુ રાજ્યોમાં સફળતાપૂર્વક તેની સરકારો બનાવી છે. આ સ્થિતિમાં મોદીનો ખાત્મો કરવા માટે કડક પગલાં લેવા જોઈશે। અમે વિચારી રહ્યા છીએ કે, રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ જ આ હત્યાને અંજામ આપવો જેથી બહારથી એવું લાગે કે આ આત્મહત્યા અથવા દુર્ઘટના છે. વધુ એક રાજીવ ગાંધી હત્યાકાંડને અંજામ આપવા માટે પીએમના રોડ-શૉને પણ નિશાન બનાવી શકાય."

આરોપીના ઘરમાંથી મળેલી ચિઠ્ઠી

પોલીસે ડિસેમ્બરમાં અલગાર પરિષદ અને તેની બાદ જિલ્લામાં ભીમા-કોરેગાંવ હિંસા સાથે જોડાયેલા દલિત કાર્યકર્તા સુધીર ધાવલે, વકીલ સુરેન્દ્ર ગાડલીંગ, મહેશ રાઉત, શોમા સેન અને રોના વિલસનને મુંબઈ, નાગપુર અને દિલ્હીથી ધરપકડ કરી હતી.

આ મામલે કૉમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મહામંત્રી સીતારામ યેચુરીએ પ્રધાનમંત્રી મોદીની હત્યાના ષડયંત્ર મામલે પ્રાપ્ત પત્ર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "દેશની સુરક્ષા એજન્સીઓ દેશના નેતાઓની સુરક્ષા કરવામાં સક્ષમ છે."

આ પાંચેય આરોપીઓને શુક્રવારે સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટની પેશગી બાદ તેમને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
First published: June 8, 2018, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading