'મહેરબાની કરી પંખા ચાલુ રાખજો' : સતત નવ મિનિટ લાઈટો બંધ રાખવાથી બ્લેકઆઉટનો ખતરો?

News18 Gujarati
Updated: April 4, 2020, 4:23 PM IST
'મહેરબાની કરી પંખા ચાલુ રાખજો' : સતત નવ મિનિટ લાઈટો બંધ રાખવાથી બ્લેકઆઉટનો ખતરો?
પ્રતિકાત્મક તસવીર

આ અંગે ચિતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એક સાથે વીજળીનો જથ્થો બંધ થયા પછી અચાન માંગ વધવાના કરાણે વિજળીના ગ્રીડ ઉપર અસર પાડી શકે છે. અને મોટી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે 9 મિનિટનો વીડિયો સંદેશ રજૂ કર્યો હતો જેમાં રવિવારે રાત્રે નવ વાગે ઘરમાં લાઈટ બંધ કરીને દિવા કે મોબાઈલની લાઈટ ચાલું કરવાની અપિલ કરી હતી. જોકે, આ નવ મિનિટ દરમિયાનની વડાપ્રધાન મોદીની (PM modi) બ્લેકઆઉટની (Blackout Call) અપિલ બાદ રવિવારે વીજળી ગ્રિડ ઉપર કોઈપણ પ્રકારની સંભવિત સમસ્યા સામે લડવા માટે વિજળી કંપનીઓ કમર કસી છે. જોકે, આ અંગે ચિતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એક સાથે વીજળીનો જથ્થો બંધ થયા પછી અચાન માંગ વધવાના કરાણે વિજળીના ગ્રીડ ઉપર અસર પાડી શકે છે. અને મોટી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વીજળી મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે, ગ્રિડ સ્થિરતા ઉપર એવો કોઈ પ્રભાવ નહીં પડે બધું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડજ (NPCIL)ના એક વરિષ્ઠ અધિકારીએ તો નાગરિકોને બદા પંખા રાલું રાખવા માટેનો આગ્રહ પણ કર્યો હતો જેથી કરીને ગ્રિડની સ્થિરતા બની રહે.

NPCIL એસોસિએટ ડાયરેક્ટર એમ કે માથુરે ગ્રિડની સ્થિતરતા બનાવી રાખવા માટે 5-4-2020 રાત્રે 8.55થી 9.10 વાગ્યે 15 મિનિટ સુધી તમામ લોકોને પંખા ચાલુ રાખવા માટે આગ્ર કર્યો હતો. આ ઉપરાંત કેટલાક એન્જીનિયરોને લોડ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રેફ્રિજરેટર અને એર કંડિશ્નર જેવા વિજળી ઉપકરણોને ચાલુ રાખવાની સલાહ આપી છે.

આ પણ  વાંચોઃ-લોકડાઉન પછી 15 એપ્રિલથી શરૂ થશે ટ્રેનો! રેલવેએ શરૂ કરી તૈયારીઓઃ એજન્સી

એક નિવેદનમાં એન્જીનિયરોનું કહેવું છે કે, બધા ઔદ્યોગિક અને વાણિજ્યિક ભારની સાથે અમારી પાસે ગ્રિડ ઉપર માત્રે ઘરેલુ અને આવશ્યક સેવાઓનો જ ભાર છે. જોકે અત્યારે વીજળીના કુલ ભારનો 40 ટકા ભાર છે. ગ્રિડ ઉપર બધી જ લાઈટ અચાનક બંધ કરવાથી વિજળી ઘટવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે મહેરબાની કરીને ફ્રિઝ અને એસી ચાલુ રાખવા. જો ગ્રિડ કોલોપ્સ થઈ જાય તો બધું જ બંધ થઈ જશે.

આ પણ વાંચોઃ-રસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Videoઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી વીજળી બંધ કરવાની અપીલે ધ્યાનમાં રાખી ગ્રિડીની સ્થિરતા માટે વીજળી કંપનીઓ કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ- OMG! ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડીને 47 લાખની કાર સાથે દફનાવ્યા આ નેતાને

આ ઉપરાંત તેમણે કોઈ જ પ્રકારની સમસ્યા નહીં થવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આને સાથે સાથે કેટલાક એન્જીનિયરો દ્વારા આ સમય દરમિયાન બલ્બ બંધ કરતા સમયે પંખા અને એર કંડિશનર (AC) અને બીજા વીજળીના ઉપકરણો ચાલુ રાખવાની સલાહ આપી છે.
First published: April 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading