ચેતવણીરૂપ કિસ્સોઃ રમતા-રમતા પાણીથી ભરેલા નાળામાં પડ્યું દોઢ વર્ષનું બાળક, થયું મોત

બાળક સાથે ઘટેલી દુર્ઘટના સ્થળની તસવીર

bihar news: બાળકના પરિજનોએ (child family) આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (police station) નોંધાવી હતી. પરિજનોએ નગર પંચાયત ( Nagar panchayat) ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, જો નાળા ઉપર ઠાંકણા લાગ્યા હોત તો આ ઘટના ઘટી ન હોત.

  • Share this:
    મુન્ના કુમાર, બગહાઃ બિહારના (bihar news) બગહા સ્થિત રામનગરમાં સરકારી સિસ્ટમની (Governmenr system) બેદરકારીના કારણે દોઢ વર્ષના માસૂમ બાળકનું (child falling into open Sewer) મોત નીપજ્યું હતું. માસૂમ બાળક ઘરના ઉમરોટને પાર કરી ગયું તો નગર પરિષદનું ખુલ્લુ નાળું મોતનું કારણ બની ગયું હતું. આ ઘટના રામનગર પોલીસ સ્ટેશન (Ramnagar police station) વિસ્તારના બહુવરી વોર્ડ નંબર 22ની છે. બાળકીની દાદી રમિલા ખાતૂને જણાવ્યું હતું કે બાળક દોઢ વર્ષનું હતું. સવારે તે પોતાના ઘરના આંગણામાં રમી રહ્યું હતું. રમતા રમતા બાળક સ્લોપથી લપસીને સીધું નાળામાં પડી ગયું હતું.

    ગલીમાં બનેલું નાળું ખુલ્લું હતું. તેમાં છલોછલ પાણી ભરેલું હતું. જેના કારણે થોડીક જ ક્ષણોમાં બાળખનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકની ઓળક સદ્દામ સૈફીના પુત્ર વાકિલ સૈફીના રુપમાં કરવામાં આવી હતી.

    બાળકના પરિજનોએ આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિજનોએ નગર પંચાયત ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, જો નાળા ઉપર ઠાંકણા લાગ્યા હોત તો આ ઘટના ઘટી ન હોત.

    આ ઘટના બાદ બાળકના પરિજનોની રડી રડીને ખરાબ હાલત હતી. લોકોએ જણાવ્યું કે ખુલા નાળાના કારણે અનેક લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. મહોલ્લાની નાળાને ઢાંકવા માટેની માંગણી કરી છે. આમ છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટરે કોઈ ધ્યાન આપ્યું નહીં.

    આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

    અને અધિકારીઓએ પણ આ ઉપર કોઈ જ ધ્યાન આપ્યું નહીં.આ વર્ષથી રામનગરને નગર પંચાયતથી નગર પરિષદનો દરજો મળ્યો છે. આમ છતાં અહીં વિકાસ કાર્યો કરવામાં આવ્યા નથી.

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

    વોર્ડના લોકોએ જણાવ્યું કે નાળા ન ઢાંકવાના કારણે ખતરનાક રીતે નાળામાં ગંદકી ભરાઈ જાય છે જેના કારણે બીમારીઓ પણ ફેલાઈવાનો ખતરો રહેલો છે. ઘટના બાદ નેતા અને અધિકારીઓ તમામ પ્રકારની જવાબદારીઓથી હાથ અધ્ધર કરી રહ્યા છે. ઘટના બાદ કાર્યપાલક પદાધિકારી રિષિકેશ અવસ્થીએ તપાસના આદેશ આપ્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

    ઉલ્લેખનીય છે કે અત્યારના વ્યસ્ત સમયમાં માતા - પિતાને નાના બાળકો ઉપર પુરુતું ધ્યાન આપવાનો સમય રહેતો નથી.  બાળકોને રતમા મુકી માતા-પિતા પોતાના કામમાં લાગી જાય છે અને ક્યારેક બાળકો સાથે રમતા રમતા અઘટીત ઘટના ઘટી જાય છે. ત્યારબાદ માતા-પિતાને પસ્તાવાનો વારો આવતો હતો.
    Published by:ankit patel
    First published: