Home /News /national-international /શશિ થરૂરના ઘરે પાંચ મહિના પહેલા કૉંગ્રેસ હાઇકમાન્ડને પત્ર લખવાનું થયું હતું પ્લાનિંગઃ રિપોર્ટ

શશિ થરૂરના ઘરે પાંચ મહિના પહેલા કૉંગ્રેસ હાઇકમાન્ડને પત્ર લખવાનું થયું હતું પ્લાનિંગઃ રિપોર્ટ

કૉંગ્રેસ નેતા શશિ થરૂરની ફાઇલ તસવીર

શશિ થરૂરના ઘરે આયોજિત ડિનર પાર્ટીમાં પત્ર લખવા અંગે ચર્ચા થઈ, આ નેતાઓએ હસ્તાક્ષર કરવાની પાડી હતી ના

નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress)માં જે 23 નેતાઓના પત્ર પર હોબાળો થઈ રહ્યો છે, તેનું પ્લાનિંગ પાંચ મહિના પહેલા પાર્ટીના સાંસદ શશિ થરૂર (Shashi Throor)ના ઘરે થયું હતું. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે થરૂરના ઘરે ડિનર સમયે આ અંગે ચર્ચા થઈ. આ મીટિંગમાં અનેક કૉંગ્રસ નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અનેક લોકો જે આ ડિનરનો હિસ્સો હતા, તેઓએ તેની પર હસ્તાક્ષર નહોતા કર્યા. આ ડિનરમાં સામેલ થનારા લોકોમાં પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, સચિન પાયલટ, અભિષેક મનુ સિંઘવી, મણિશંકર અય્યર પણ હાજર હતા. જોકે આ લોકોએ પત્ર પર હસ્તક્ષર નહોતા કર્યા.

ડિનરમાં પોતાની હાજરીની પુષ્ટિ કરતાં સિંઘવીએ કહ્યું કે, મને થરૂરના ઘરે ડિનર પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાર્ટીની અંદર જરૂરી રિફોર્મ્સ પર આ એક અનૌપચરિક બેઠક હતી. જોકે મને કોઈ પણ સ્તર પર પત્રને લઈ કોઈ જાણકારી નહોતી.

હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, ચિદમ્બરમે કહ્યું કે, તેઓ પાર્ટીના મામલા પર ટિપ્પણી નથી કરવા માંગતા. ગત મહિને રાજસ્થાનમાં બળવાનું બ્યૂગલ વગાડીને ફરીથી કેમ્પમાં પરત ફરેલા સચિન પાયલટે પણ કોઈ ટિપ્પણી નથી કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શશિ થરૂરે આ મામલા પર કોઈ જવાબ નથી આપ્યો.

આ પણ વાંચો, PM Cares ફંડથી બિહારના પટના અને મુજફ્ફરપુરમાં DRDO બનાવશે કોરોના હૉસ્પિટલ, PMOનું ટ્વિટ

અય્યરે કહ્યું, મારી સાથે કોઈ સંપર્ક નથી કરવામાં આવ્યો

બીજી તરફ, મણિશંકર અય્યરે કહ્યું કે, મેં હસ્તાક્ષર નહોતા કર્યા કારણ કે મને પૂછવામાં નહોતું આવ્યું. કોઈએ મારી સાથે સંપર્ક નહોતો કર્યો. અય્યરે કહ્યું કે માર્ચ મહિનામાં યોજાયેલી ડિનર પાર્ટીને ફરીથી ઊભી કરવાની ચર્ચા થશે. એક સૂચન પત્ર લખવાનું આવ્યું જે સૌને યોગ્ય લાગી હતી. જોકે, તે ડિનર બાદ કોઈએ મારી સાથે સંપર્ક નથી કર્યો.

આ પણ વાંચો, કોરોનાનો ગર્ભનાળ ઉપર પણ હુમલો, મુંબઈમાં ગર્ભપાતના નવા કેસથી ડૉક્ટર્સ પણ ચોંકી ગયા

પત્ર પર હસ્તાક્ષર કરનારા એક અન્ય સાંસદ સભ્યએ નામ ન પ્રકાશિત કરવાની શરતે કહ્યું કે, આ પત્ર વ્યક્તિઓની નહીં પરંતુ મુદ્દાઓને સંબોધિત છે. ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સંદેશ વાંચવો જોઈએ ન કે સંદેશ વાહકને નિશાન બનાવવામાં આવે. અમે પત્ર પર અમારા નામ આપ્યા છે કારણ કે અમારું માનવું છે કે પરિવર્તન થવું જોઈએ.
First published:

Tags: Shashi Tharoor, Sonia Gandhi, કોંગ્રેસ, ભારત, રાહુલ ગાંધી