કઝાકિસ્તાનમાં પ્લેન બે માળના બિલ્ડિંગ સાથે ટકરાયું, અત્યાર સુધી 14 લોકોનાં મોત

News18 Gujarati
Updated: December 27, 2019, 12:06 PM IST
કઝાકિસ્તાનમાં પ્લેન બે માળના બિલ્ડિંગ સાથે ટકરાયું, અત્યાર સુધી 14 લોકોનાં મોત
પ્લેન ક્રેશ.

કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટ પર ટૅક ઑફ દરમિયાન દુર્ઘટના, પ્લેન બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું

  • Share this:
નવી દિલ્હી : કઝાકિસ્તાન (Kazakhstan)માં એક મોટી પ્લેન દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ હોવાનું કહેવાય છે. મળતા રિપોર્ટ્સ મુજબ એરપોર્ટથી ટૅક ઑફ કરતાં જ પ્લેન નજીકની બે માળની બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું. આ પલેનમાં ક્રૂ મેમ્બર સહિત 100 લોકો સવાર હતા.

ન્યૂઝ એજન્સીઓ મુજબ, શુક્રવારે કઝાકિસ્તાનના અલમાટી શહેરમાં જે પ્લેન દુર્ઘટના થઈ તેમાં 95 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.



મળતી માહિતી મુજબ, આ પ્લેન રાજધાની નુર સુલ્તાન જઈ રહ્યું હતું જે ટૅક ઑફ દરમિયાન તેનું અલ્ટિટ્યૂડ ખરાઈ થઈ ગયું અને એક બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું. મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઘટના સમયે પ્લેન ઘણું નીચે ઊડી રહ્યું હતું. જેના કારણે પ્લેન બે માળની બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું અને ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનાના કારણે પ્લેનના અનેક ટુકડા થઈ ગયા. દુર્ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 7.22 વાગ્યાની છે. આ દુર્ઘટનાના કારણે અનેક સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા છે.

દુર્ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 7.22 વાગ્યાની છે. આ દુર્ઘટનાના કારણે અનેક સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા છે.


અધિકારીઓનું કહેવું છે કે પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવશે. તેના માટે એક સ્પેશલ કમિશનની રચના કરવામાં આવશે. તેમાં ક્રેશના કારણો વિશે તપાસ કરવામાં આવશે. એરપોર્ટની ઘણી નજીક જ પ્લેન ક્રેશ થયું.

આ પણ વાંચો, જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, નવોઢાએ મુખાગ્નિ આપી પતિને અંતિમ વિદાય આપી
First published: December 27, 2019, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading