કાઠમાંડૂ: એરપોર્ટ નજીક પ્લેન ક્રેશ, 71 લોકો હતા સવાર, સેનાએ 17ને બચાવ્યા

આ વિમાનમાં કૂલ 67 યાત્રીઓ ચાર ક્રુ મેમ્બર્સ સવાર હતાં. સેનાએ તુંરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી

આ વિમાનમાં કૂલ 67 યાત્રીઓ ચાર ક્રુ મેમ્બર્સ સવાર હતાં. સેનાએ તુંરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી

 • Share this:
  કાઠમાંડૂ: નેપાળનાં કાઠમાંડૂ એરપોર્ટ પર વિમાન ક્રેશ થવાની ઘટના બની છે. સોર્સીસની માનીયે તો આ પ્લેન બાંગ્લાદેશની US-બાંગ્લા એરલાઇનનું યાત્રી વિમાન હતું. તે જ્યારે નીચે ઉતરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. અચાનક જ તે અસ્થિર થયુ અને તેમાં ધુમાડા નીકળવા લાગ્યા હતાં. અને અચાનક જ તે એરપોર્ટ નજીક આવેલાં ફૂટબોલનાં મેદાનમાં જઇને પડ્યુ હતું.  આ ઘટનામાં અંદાજીત 50 લોકોનાં મોત થયાની આશંકા સેવાઇ રહી છે.  આ વિમાનમાં કૂલ 67 યાત્રીઓ ચાર ક્રુ મેમ્બર્સ સવાર હતાં. સેનાએ તુંરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ત્રિભુવન એરપોર્ટ પર રિપોર્ટર પ્રેમનાથ ઠાકુરે આ ઘટનાની જાણકારી આપી હતી. જે આપતાં તેમણે કહ્યું કે 20 લોકો ઘાયલ છે અને હાલમાં ભરતી છે. સેના અને પોલીસે વિમાનને કાપીને આ 20 યાત્રીઓને બચાવવાનો પ્રાયસ કર્યો હતો અને હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  ત્રિભુવન એરપોર્ટ પર હાજર વધુ એક રિપોર્ટર વીરેન્દ્ર પ્રસાદે કહ્યું કે, વિમાનમાં સવાર અન્ય લોકોની સ્થિતિ કેવી છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. હાલમાં તેઓ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યાં છે. આ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.  સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશની કેટલીક તસવીરો અને વીડિયો હાલમાં વાઇરલ થઇ ગયા છે. પ્લેન ક્રેશની દૂર્ઘટના બાદ હાલમાં કાઠમાંડૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published: