Home /News /national-international /

પ્લેન ક્રેશ થઈ બીચ પર ઊંધુ પડ્યું, ચમત્કાર થતા તમામ મુસાફરો બચી ગયા

પ્લેન ક્રેશ થઈ બીચ પર ઊંધુ પડ્યું, ચમત્કાર થતા તમામ મુસાફરો બચી ગયા

પોલીસકર્મીઓએ જણાવ્યું કે, જ્યારે પ્લેન ઉલટુ થઈ પડ્યું ત્યારે બીચ પર 150થી વધારે લોકો હતા.

પોલીસકર્મીઓએ જણાવ્યું કે, જ્યારે પ્લેન ઉલટુ થઈ પડ્યું ત્યારે બીચ પર 150થી વધારે લોકો હતા.

    'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. ફ્લોરિડાના મિયામીમાં એક ઘાટી પાસે પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે.

    તમને જણાવી દઈએ કે, સોમવારે મિયામીમાં ટેક્નીકલ ખરાબીના કારણે એક પ્લેન ક્રેશ થઈ સમુદ્ર કિનારા પર જઈ પડ્યું. પ્લેનમાં પાયલટ, ટ્રેની વિદ્યાર્થીઓ અને એક મહિલા સહિત બે લોકો સવાર હતા. સમુદ્ર પર હાજર રહેલા લોકોએ આ ચારે લોકોને બચાવ્યા છે. આ દુર્ઘટના મોટી હોવા છતા, પ્લેનમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે.

    હેલઓવર બીચ પર નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, હું બીચ પર બેઠો હતો તે સમયે જ એક પ્લેનને નીચે આવતા જોયું, તેના એન્જિનમાં કદાચ કોઈ ખરાબી હતી. પાયલટે ખુબ ચાલાકીથી પાણી અને રેતની વચ્ચેના ભાગે પ્લેનને ઉતારી બધાનો જીવ બચાવ્યો છે. કોલિસ એવન્યૂના પોલીસકર્મીઓએ જણાવ્યું કે, જ્યારે પ્લેન ઉલટુ થઈ પડ્યું ત્યારે બીચ પર 150થી વધારે લોકો હતા. ત્યાં હાજર તમામ લોકોએ પ્લેનના ચારે મુસાફરોને બચાવ્યા.

    રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને સંઘીય ઉડ્ડયન તંત્ર દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. હાલમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Florida

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन