Home /News /national-international /Aircraft Crashed: PM મોદી ઉદેપુર પહોંચે તેના થોડા સમય પહેલા રાજસ્થાનના ભરતપુરમાં પ્લેન ક્રેશ, MPમાં પણ સર્જાઈ આવી દુર્ઘટના
Aircraft Crashed: PM મોદી ઉદેપુર પહોંચે તેના થોડા સમય પહેલા રાજસ્થાનના ભરતપુરમાં પ્લેન ક્રેશ, MPમાં પણ સર્જાઈ આવી દુર્ઘટના
શનિવારે રાજસ્થાનના ભરતપુરમાં પ્લેન ક્રેશ થયું (વીડિયોમાંથી લીધેલી તસવીર)
Plane Crashes in Rajasthan And MP: રાજસ્થાનના ભરતપુર અને મધ્યપ્રદેશમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. જેમાં રાજસ્થાનમાં ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે જ્યારે મધ્યપ્રદેશમાં સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયાની વિગતો સામે આવી રહી છે. ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશઃ શનિવારે સવારે રાજસ્થાનના ભરતપુરના નાગલા ડીડામાં ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના બની છે. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને ઘટના સ્થળ પર રવાના કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ઉદેપુરમાં પહોંચે તેની થોડીવાર પહેલા જ અહીં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડવાની ઘટના બની છે. આવી જ ફાઈટર પ્લેન ક્રેશ થવાની ઘટના મધ્યપ્રદેશમાં પણ બની છે.
રાજસ્થાનની ઘટના અંગે તપાસ કરાઈ રહી છે, અધિકારીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં પાઈલટનું શું થયું તે અંગે હજુ સુધી કોઈ વિગતો મળી નથી. ટેક્નિકલ ખામીના કારણે આ દુર્ધટના સર્જાઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સિવાય મધ્યપ્રદેશમાં પણ આવી એક ઘટના બની છે કે જેમાં સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા છે. આ દુર્ઘટના મધ્યપ્રદેશના મોરેનામાં બની છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં વધુ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. SP આશુતોષ બગારીએ જણાવ્યું કે પાઈલટ્સે દુર્ઘટના થયા બાદ તાત્કાલિક પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ઉદેપુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ઉદેપુર પહોંચે તેની ગણતરીની મિનિટો પહેલા જ ભરતપુરમાં અકસ્માતની મોટી ઘટના બની છે. પીએમ મોદી રાજસ્થાનમાં ભગવાન દેવનારાયણની જન્મતિથિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેઓને ભિલવાડાનો ગુર્જર સમાજના દેવ તરીકે પૂજે છે.
અગાઉ નેપાળમાં બની હતી પ્લેન ક્રેશની ઘટના
નેપાળમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 53 મુસાફરોના મોત થઈ ગયા છે, જેમાં 15 અલગ-અલગ દેશોના નાગરિકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 ભારતીય નાગરિકોના પણ મોત થઈ ગયા હતા.
નેપાળમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 5 મુસાફરો ઉત્તરપ્રદેશના હતા. યાત્રી એરલાઈન્સનું વિમાન ક્રેશ થતા તેમના મોત થઈ ગયા હતા. 72 લોકોને લઈન જઈ રહેલું વિમાન પોખરામાં લેન્ડિ થવાનું હતું અને તેની ગણતરીની મિનિટો પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર