China Plane Crash : ચીનનું Boeing 737 વિમાન ક્રેશ, 133 યાત્રીઓ હતા સવાર
બોઇંગ 737 દક્ષિણ ચીનમાં ક્રેશ થયું (Plane Crash in China).
Plane Crash in China: ચીની મીડિયા અનુસાર, પ્લેન દક્ષિણ પ્રાંતના ગુઆંગસીમાં દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારમાં આગ ફાટી નીકળી. આવી સ્થિતિમાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.
ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash in China) થઈ છે. ચીનનું બોઈંગ 737 (Boeing 737 ) એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. ચીનના મીડિયા અનુસાર, આ દુર્ઘટના દક્ષિણ ચીન સાગરમાં થઈ હતી. હજુ સુધી આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી બહાર આવી નથી.
રાજ્ય મીડિયાના અહેવાલો અનુસાર, બોઇંગ 737 એ 133 મુસાફરો સાથે ઉડાન ભરી હતી, પરંતુ અચાનક તે ક્રેશ થઈ ગયું હતું. પ્લેન કયા કારણે ક્રેશ થયું તે હજુ સ્પષ્ટ થયું નથી.આશંકા છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
#BREAKING An incident involving a China Eastern Airlines aircraft with 133 people aboard has occurred in China’s Guangxi Zhuang Autonomous Region. The precise nature of the incident remains undetermined and a rescue operation is underway. #Boeing_737pic.twitter.com/GM9u0E0HIG
સ્થાનિક મીડિયા અનુસાર - એરપોર્ટ સ્ટાફને ટાંકીને ચાઇના ઇસ્ટર્ન ફ્લાઇટ MU5735 સોમવારે બપોરે 1 વાગ્યા પછી કુનમિંગ શહેરથી ટેકઓફ કર્યા પછી તેના નિર્ધારિત લક્ષ્ય ગુઆંગઝૂમાં સુધી પહોંચી શકી નહોતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ચીની મીડિયા અનુસાર, MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ (Changshui) એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ (Guangdong) પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.
આવી સ્થિતિમાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બોઈંગ 737 મોડલનું એરક્રાફ્ટ ભૂતકાળમાં ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યું છે.
દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન માત્ર સાડા છ વર્ષ જુનુ હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર