ચીની સેનાની ક્રૂર ટુકડીએ કેવી રીતે ભારતીય જવાનો પર કર્યો હુમલો? ગલવાનના સૈનિકોએ જણાવી સમગ્ર ઘટના

News18 Gujarati
Updated: June 17, 2020, 9:43 AM IST
ચીની સેનાની ક્રૂર ટુકડીએ કેવી રીતે ભારતીય જવાનો પર કર્યો હુમલો? ગલવાનના સૈનિકોએ જણાવી સમગ્ર ઘટના
પ્રતીકાત્મક તસવીર

ચીની સૈનિકોએ કાંટાવાળા તાર લાગેલા લોખંડના રૉડથી હુમલો કર્યો હતો, આ ઘટનાના કારણે હિંસક ઘર્ષણનું સ્વરૂપ ધારણ કર્યું

  • Share this:
પ્રવીણ સ્વામી, નવી દિલ્હીઃ ભારત અને ચીન સરહદ વિવાદ (India-China Rift)એ ગંભીર રૂપ લઈ લીધું છે. સોમવાર રાત્રે ગલવાન ઘાટી (Galvan Valley)માં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર ખૂબ ક્રૂરતાથી હુમલો (Savage Attack) કર્યો. આ હુમલા બાદ સારવાર કરાવી રહેલા ભારતીય સૈનિકો સાથે વાતચીત કરનારા એક વરિષ્ઠ સરકારી અધિકારી મુજબ ચીની સૈનિકો (Chinese Soldiers)એ કાંટાવાળા તાર લાગેલા લોખંડના રૉડથી હુમલો કર્યો હતો.

20 ભારતીય સૈનિકોએ ગુમાવ્યો જીવ

કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલું ઘર્ષણ કારગિલ યુદ્ધ બાદ સૌથી મોટું છે. ચીની સેનાના આ ક્રૂરતાપૂર્ણ હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ કુમાર બાબૂનો પણ સમાવેશ થાય છે.

જેમની પાસે હથિયાર નહોતા તેમની ઉપર પણ થયો હુમલો

એક ભારતીય અધિકારી મુજબ, જે સૈનિકોની પાસે હથિયાર નહોતા, તેમની ઉપર પણ કાયરતાભર્યો હુમલો કર્યો હતો જેમાં તેઓ શહીદ થયા હતા. સરકારી સૂત્રો મુજબ હુજ પણ ઓછામાં ઓછા બે ડઝન જવાન હૉસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ મોતનો આંકડો વધી શકે છે.

ભારતે હટાવ્યો હતો ચીનનો ટેન્ટગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણની શરૂઆત ભારતીય સેના દ્વારા ચીની ટેન્ટ (કોડનેમ- Patrol Point 14) હટાવ્યા બાદ થયો. મૂળે, આ ચીની ટેન્ટનો કર્નલ સંતોષ બાબૂના નેતૃત્વમાં સૈનિકોએ હટાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની સરહદની અંદર આ ચીની ટેન્ટનો એટલા માટે હટાવ્યો હતો, કારણ કે ભારતીય સેનાના અધિકારી હરિન્દર સિંહ અને ચીની સેનાના અધિકારી લિન લિઉની બેઠક બાદ આ ટેન્ટને ઊભો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ

ચીની સૈનિકોએ આ પોઇન્ટ છોડવાનો ઇન્કાર કરી દીધો હતો. સરકારી સૂત્રો મુજબ, ચીની સેનાએ સંતોષ બાબૂ અને તેમની ટીમને સંઘર્ષ માટે જવાબદાર ઠેરવ્યા છે. ચીની સેનાનું કહેવું છે કે ભારતીય સેનાની આ ટીમે બંને દેશોની ટુકડીઓની વચ્ચેની સરહદને ઓળંગી, જેનાથી બોર્ડર મેનેજમેન્ટ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું.

સંતોષ બાબૂની ટીમ દ્વારા ટેન્ટ સળગાવી દીધા બાદ ચીની સૈનિકો તરફથી પથ્થરમારો થયો હતો. ઊંચાણ પર હાજર ચીની સૈનિકો તરફથી ભારતીય સૈનિકો પર મોટા-મોટા પથ્થર ફેંકવામાં આવ્યા. અનેક ભારતીય સૈનિકોના મૃતદેહ ચીની સેનાએ ભારતીય સેનાને પરત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે હિંસક સંઘર્ષ દરમિયાન ભારતીય સૈનિકોને ચીની સરહદમાં ખેંચીને મારવામાં આવ્યો હશે. અત્યાર સુધી ચીની સેના તરફથી એ નથી જણાવ્યું કે વાતચીત બાદ પણ કેમ ભારતીય સરહદમાં ટેન્ટ ઊભો કરવામાં આવ્યો હતો.

ચીનને ભારત તરફથી આવા વ્યવહારની અપેક્ષા નહોતી

એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, અમે અત્યાર સુધી જે પણ જાણીએ છીએ તેનાથી એવું લાગે છે કે ચીનની આ કાર્યવાહી પાછળ કોઈ મોટી યોજના નથી. સૌથી વધુ સંભવિત સ્પષ્ટીકરણ એ છે કે તેઓએ આપણી પાસેથી એવી અપેક્ષા નહોતી રાખી કે આપણે મેદાનમાં અડગ રહીશું.

આ પણ વાંચો, ભારત-ચીન હિંસક ઘર્ષણ પર અમેરિકાની નજર, કહ્યું- ‘શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન’
First published: June 17, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading