Home /News /national-international /Piyush Jain News: ટેક્સ-દંડના 52 કરોડ કાપો અને બાકી પાછા આપો; પીયૂષ જૈને કોર્ટ પાસે જપ્ત કરાયેલા પૈસા પાછા માગ્યા!

Piyush Jain News: ટેક્સ-દંડના 52 કરોડ કાપો અને બાકી પાછા આપો; પીયૂષ જૈને કોર્ટ પાસે જપ્ત કરાયેલા પૈસા પાછા માગ્યા!

પીયૂષ જૈનના વકીલે કોર્ટને કહ્યું કે તે DGGIને સૂચના આપે કે પિયુષ જૈનના 52 કરોડ રૂપિયા દંડ તરીકે કાપીને બાકીની રકમ પરત કરે.

Piyush Jain News: પીયૂષ જૈને જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI)ને કહ્યું છે કે, તેના પરિસરમાંથી જપ્ત કરાયેલ રોકડમાંથી ટેક્સ અને દંડ કાપીને તે પાછી આપવામાં આવે.

    કાનપુર. ઉત્તર પ્રદેશના પરફ્યુમના વેપારી પીયૂષ જૈને (Piyush Jain) દરોડા (raid) દરમિયાન જપ્ત કરાયેલા પોતાના પૈસાની માંગણી કરી છે. કરોડો રૂપિયાની કરચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા કાનપુરના અત્તર વેપારી પીયૂષ જૈને જપ્ત કરાયેલા ખજાનાની માંગણી માટે કોર્ટના પગથીયા ચડ્યા છે અને તેણે કોર્ટને ટેક્સ અને દંડના 52 કરોડ રૂપિયા કાપીને બાકીના પૈસા પરત કરવાની માંગ કરી છે. પીયૂષ જૈને GST ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) ને ટેક્સ અને દંડ બાદ તેના પરિસરમાંથી જપ્ત કરાયેલી જંગી રકમ પરત કરવા જણાવ્યું છે. જૈનની કરચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

    ઇન્ડિયા ટુડેની રિપોર્ટ મુજબ, ડીજીજીઆઈના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે એડવોકેટ અમરીશ ટંડને બુધવારે કોર્ટને માહિતી આપી હતી કે પીયૂષ જૈને કબૂલ કર્યું છે કે તેણે કરચોરી કરી છે અને તેના પર ટેક્સ ચોરી અને દંડ સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ બને છે. તો પીયૂષ જૈનના વકીલે કોર્ટને કહ્યું કે તે DGGIને સૂચના આપે કે પિયુષ જૈનના 52 કરોડ રૂપિયા દંડ તરીકે કાપીને બાકીની રકમ પરત કરે.

    જો કે, આના જવાબમાં DGGIના વકીલ અમરીશ ટંડને કહ્યું કે પીયૂષ જૈનના ઘરોમાંથી જે પૈસા મળ્યા છે, તે કરચોરીના છે, તેથી તે પરત કરવામાં આવશે નહીં. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ટંડને વધુમાં જણાવ્યું હતું કે જો પીયૂષ જૈન 52 કરોડ રૂપિયાનો વધારાનો દંડ ભરવા માગે, તો DGGI તેને સ્વીકારશે.

    આ પણ વાંચો: Mumbai bank robbery: મુંબઈમાં બેંકના કર્મચારીને ગોળી મારીને Rs 2.5 લાખની લૂંટ, બનાવ સીસીટીવીમાં કેદ

    ટંડને કોર્ટને જણાવ્યું કે કાનપુરમાં પીયૂષ જૈનના ઘરેથી જપ્ત કરાયેલા 177 કરોડ રૂપિયા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)માં જમા કરવામાં આવ્યા છે અને તે ભારત સરકાર પાસે રહેશે. ઈતિહાસની સૌથી મોટી રેઇડમાંની એક એવા આ કાંડમાં DGGI એ કાનપુર અને કન્નૌજમાં પિયુષ જૈન સાથે સંકળાયેલા કેટલાય પરિસરોમાં દરોડા દરમિયાન રૂ. 196 કરોડથી વધુની રોકડ, 23 કિલો સોનું અને રૂ. 6 કરોડ રૂપિયાનું ચંદનનું તેલ જપ્ત કર્યું.
    Published by:Nirali Dave
    First published:

    Tags: IT raid, Kanpur raid, Piyush Jain, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन