Home /News /national-international /IT Raid: પિયુષ જૈનના બેડરૂમની દીવાલમાં છુપાયેલો હતો ભોંયરાનો રસ્તો, જેમાં હતા કરોડો રુપિયા, Exclusive Video
IT Raid: પિયુષ જૈનના બેડરૂમની દીવાલમાં છુપાયેલો હતો ભોંયરાનો રસ્તો, જેમાં હતા કરોડો રુપિયા, Exclusive Video
દિવાલ કાપીને ભોંયરામાં જવાનો રસ્તો મળી આવ્યો હતો.
Piyush Jain: દીવાલોમાં પૈસાની જાણકારી મેળવવા માટે એક્સરે મશીન મંગાવવુ પડ્યુહતુ. જ્યારે જે રોકડ રકમ મળી રહી છે તેની ગણતરી કરવા માટે 20થી વધુ મશીનો મુકવામાં આવ્યા છે.
કનૌજ : આવકવેરા વિભાગના સકંજામાં ફસાયેલા પરફ્યુમના વેપારી પિયૂષ જૈનના પૈતૃક ઘરમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભોંયરું બતાવવામાં આવ્યું છે જેમાં પિયુષ જૈને કથિત રીતે કરોડોની રોકડ સાથે સોનું અને ચાંદી છુપાવી હતી. આ ભોંયરામાંથી આવકવેરા વિભાગને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ આ ભોંયરું ખૂબ જ મુશ્કેલીથી શોધી કાઢ્યું હતું. કારણ કે, તેનો રસ્તો બેડરૂમની દિવાલની પાછળ હતો અને તેને શોધવાનું બિલકુલ શક્ય નહોતું. બાદમાં દિવાલ કાપીને ભોંયરામાં જવાનો રસ્તો મળી આવ્યો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અહીંથી મોટી રકમની રોકડ રિકવર કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
1000 કરોડ રુપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે
જાણીને આશ્ચર્ય થાય કે, પીયૂષ જૈન પોતે આટલી સંપત્તિ એકઠી કરી પણ પોતે સાદગીથી રહેતા હોવાનુ દેખાડવા માટે સ્કૂટર ચલાવતો હતો. પિયૂષ જૈનના અભેદ લોકરોમાંથી અત્યાર સુધીમાં 125 કિલોથી વધુનું સોનુ મળી આવ્યું છે. જ્યારે અન્ય કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. કુલ મળીને 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 48 કલાકથી પિયૂષ જૈનના સાત ઘરોની દિવાલો, લોકર વગેરેને કટર તેમજ અન્ય સાધનોની મદદથી તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા પુરાવા અને રોકડ રકમ તેમજ સોનું મળતુ જાય છે. નવાઇની વાત એ છે કે, જમીન અને દીવાલોમાં પૈસાની જાણકારી મેળવવા માટે એક્સરે મશીન મંગાવવુ પડ્યુહતુ. જ્યારે જે રોકડ રકમ મળી રહી છે તેની ગણતરી કરવા માટે 20થી વધુ મશીનો મુકવામાં આવ્યા છે.
પિયૂષ જૈન પોતાની પાસે કરોડો રૂપિયા ન હોવાનું લોકોને દેખાડવા માટે બાઇક વાપરતો હતો. તેઓની પાસે એક 15 વર્ષ જુની ગાડી હતી જેને વેચીને હાલમાં જ નવી ગાડી લીધી હતી. જ્યારે તેઓ બહાર જવા આવવા માટે બાઇકનો જ વધુ ઉપયોગ કરતા હતા.
" isDesktop="true" id="1164502" >
નિષ્ણાંતોનું શું કહેવું છે?
આ કેસના નિષ્ણાંતોનું કહેવું છે કે, આવા કેસમાં બે પરિસ્થિતિ હોઈ શકે છે. પ્રથમ, વસૂલ કરાયેલા નાણાંમાંથી 60 ટકા ટેક્સ કાપી શકાય અને બાકીનો હિસ્સો ઉદ્યોગપતિ પિયુષ જૈનને પરત કરી શકાય છે. કારણ કે જે પણ પૈસા વસૂલ કરવામાં આવ્યા છે તે કર ચૂકવીને ભેગા કરવામાં આવ્યા નથી. બીજી તરફ પિયુષ જૈને સાબિત કરવું પડશે કે તેણે ટેક્સ ચૂકવીને જ આટલા પૈસા એકઠા કર્યા છે. આનો અર્થ એ થયો કે તેને લગભગ 155 કરોડ રૂપિયા કાપીને લગભગ 102 કરોડ રૂપિયા મળશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર