ટ્રેન ચાલતી જોઇ મહિલા દોડી અને થયો તેવો અકસ્માત કે રેલ મંત્રીએ Video શેર કર્યો

News18 Gujarati
Updated: October 30, 2020, 4:55 PM IST
ટ્રેન ચાલતી જોઇ મહિલા દોડી અને થયો તેવો અકસ્માત કે રેલ મંત્રીએ Video શેર કર્યો
અકસ્માતની તસવીર

વીડિયોમાં જોવા મળે છે કે મહિલાનો અંદાજો ચૂકી જાય છે અને તે જે ટ્રેનમાં તે ચડવા જઇ રહી છે તે તેના માથામાં લાગે છે અને તે માથાના બળે પડે છે. અને હોશ ખોઇ બેસે છે.

  • Share this:
સામાન્ય રીતે લોકલ ટ્રેનમાં ચડતા લોકો, જોઇએ તેટલી સાવધાની નથી રાખતા. અને આ કારણે જ તે દુર્ધટનાનો શિકાર બને છે. લોકલ ટ્રેનમાં ચડતા મુસાફરો માટે આ રોજની વાત હોય છે. અને આ જ કારણ છે કે તે ભૂલી જાય છે કે ટ્રેનમાં જરા પણ બેદરકારી રાખવાથી તમે અકસ્માતનો ભોગ બની શકો છો. અને આવી જ એક વાતનો વીડિયો રેલ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) શેર કર્યો છે. આ 15 સેકન્ડના વીડિયોને શેર કરીને તેમણે લોકોને ટ્રેનમાં ચડતી વખતે સાવધાની રાખવાની વાત કરી છે. અને તમામ લોકોને આવી ભૂલ ન કરવાનું સૂચન કર્યું છે. આ વીડિયો મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ઘાટકોપર વિસ્તારનો છે. અહીંના લોકલ ટ્રેનમાં આ ઘટના થઇ હતી. જે સીસીટીવી ફૂટેજમાં સામે આવી હતી. જો કે રેલ્વે સુરક્ષા બળના (RPF) સુરક્ષાકર્મીની સતર્કતાના કારણે આ મહિલાનો જીવ બચી ગયો હતો.

વીડિયોમાં જોવા મળે છે કે મહિલાનો અંદાજો ચૂકી જાય છે અને તે જે ટ્રેનમાં તે ચડવા જઇ રહી છે તે તેના માથામાં લાગે છે અને તે માથાના બળે પડે છે. અને હોશ ખોઇ બેલે છે. પણ RPF સુરક્ષાકર્મીની સતર્કતાના કારણે ઘાટકોપર મુંબઇની એક મહિલાનો જીવ બચ્યો.


આ વીડિયો શેર કર્તા રેલમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે RPF સુરક્ષાકર્મીની સતર્કતાના કારણે ઘાટકોપર મુંબઇની એક મહિલાનો જીવ બચ્યો. ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવા જતા તેમના જીવનને ગંભીર ખતરો ઊભો થયો છે. પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યનું વિચારીને આવી ભૂલ ન કરો. તમારી સુરક્ષા તમારા માટે મહત્વ છે.

તાજેતરમાં જ આવો જ એક અન્ય વીડિયો સામે આવી છે જેમાં કલ્યાણ રેલ્વે સ્ટેશન (Kalyan Railway Station) પર ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં એક મુસાફરો ચાલતા વાહનમાંથી નીચે પડી ગયો હતો. આરપીએફની ફરજ પર તૈનાત સૈનિકે પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે પડતાં મુસાફરોની જીંદગી બચાવી હતી.

આ ઘટના પછી પણ રેલ્વેએ વીડિયો શેર કરીને લોકોને ચેતવણી આપી હતી. રેલ્વેએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કહ્યું કે, કૃપા કરીને ચાલતી ટ્રેનથી ઉતરવાનો પ્રયાસ ન કરો, તે જીવલેણ બની શકે છે.
Published by: Chaitali Shukla
First published: October 30, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading