સ્વિસ બેંકમાં કોના-કેટલા પૈસા છે એ આવતા વર્ષ સુધી ખબર પડી જશે: પીયૂષ ગોયલ

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ

  • Share this:
    કાળા નાણા મામલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બેકફૂટ પર આવી ગઇ છે. સમાચારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો પ્રમાણે સ્વિસ બેંકમાં ભારતીયોના નાણા ઘટવાને બદલે વધી ગયા છે અને મોદીની કાળા નાણા સામેની લડાઇ લગભગ નિષ્ફળતા તરફ આગળ વધી રહી છે.

    કાળા નાણા વિશે મોદી સરકારની કથિત નિષ્ફળતાની વાતો વચ્ચે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, આવતા વર્ષ સુધી ભારતને ખબર પડી જશે કે, સ્વિસ બેંકમાં કયા ભારતીયના કેટલા પૈસા છે

    2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ બ્લેકમનીને મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. પણ હજુ સુંધી લોકોને કોઇ નક્કર કહી શકાય એવી ખાતરીબંધ માહિતી આ અંગે મળી નથી.

    સ્વિસ બેંકમાં ભારતીયોના નાણા વિશેના સ્વિસ બેંકના અહેવાલ  પછી પીયુષ ગોયલનુ આ નિવેદન આવ્યુ છે. સ્વિસ બેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2017 સુધી ભારતમાંથી સ્વિસ બેંકમાં જે પૈસા રોકવામાં આવ્યા છે તે 50 ટકા વધીને 7,000 કરોડ રૂપિયા થઈ ગયા છે.

    નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલ પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત બધા જ દ્વિપક્ષીય કરાર હેઠળ સ્વિસમાં રહેલા બધા જ બેંક ખાતાઓની જાણકારી લેવાનું છે. પિયૂષ ગોયલે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, સ્વિસ બેંકમાં જમા બધા જ પૈસા બ્લેકમની છે તે કેવી રીતે માની લેવું.

    જોકે, તેમને જણાવ્યું કે, જો કોઈપણ કંઈક ખોટું કરતાં પકડાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    તુલનાત્મક રૂપમાં સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા જાહેર કરેલા વાર્ષિક આંકડાઓ અનુસાર, સ્વિસ બેંકોએ બધા જ વિદેશી ગ્રાહકો દ્વારા આયોજિત કુલ ફંડ લગભગ 3 ટકા વધીને 1.46 ટ્રિલિયન અથવા 100 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.


    સ્વિસ બેંકોમાં વધી રહેલા ભારતીય ધનમાં વધારો આશ્ચર્યજનક છે કેમ કે, વિદેશોમાં રાખવામાં આવતા બ્લેકમની પર ભારત સતત કડક નીતિ અપનાવી રહ્યું છે. 2016માં સ્વિસ બેંકોમાં ભારતીય ધનમાં 45 ટકા ઘટાજો આવ્યો હતો, જે વાર્ષિક ઘટાડા સાથે 676 મિલિયન (લગભગ 4,500 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. સ્વિસ બેંકે ડેટા વર્ષ 1987થી સાર્વજનિક કરવાનું ચાલું કર્યું છે, ત્યાર પછીથી આ સૌથી મોટો ઘટાડો હતો.

    એસએનબીના આંકડાઓ અનુસાર, સ્વિસ બેંકો સાથે સીધા ભારતીયો દ્વારા જમા કરાવેલ કુલ પૈસામાં  2017માં 999 મિલિયન સ્વિસ ફ્રેંક (6,891 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું, જ્યારે ફિડૂશીએરી અથવા સંપત્તિ મેનેજમેન્ટના માધ્યમથી 16.2 મિલિયન (112 કરોડ રૂપિયા) થઈ ગયા. વર્ષ 2016ના અંતમાં આ આંકડો ક્રમશ: 664.8 મિલિયન અને 11 મિલિયન હતો. નવા આંકડાઓ અનુસાર વર્ષ 2017ના અંતમાં સ્વિસ બેંકોમાં ભારતીય ધનમાં ગ્રાહકોએ જમા કરાવ્યા 464 મિલિયન (3,200 કરોડ રૂપિયા), અન્ય બેંકોના માધ્યમથી 152 મિલિયન (1,050 કરોડ રૂપિયા) અને 383 મિલિયન (2,640 કરોડ રૂપિયા) અન્ય સામેલ હતા.
    Published by:Mujahid Tunvar
    First published: