ખોટા કામ કરી રહેલા CAનો કરો ખુલાસો, 2-4 લોકોના કારણે ઉઠી રહ્યા છે સવાલો: પિયુષ ગોયલ

પિયુષ ગોયેલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)એ કહ્યું કે, 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (Chartered accountant- CA) સમાજના નૈતિક માર્ગદર્શક છે. ઓડિટિંગ એ સીએનો અભિન્ન ભાગ છે, પરંતુ પ્રામાણિક ઓડિટિંગ એ 'અમારું કામ અને પ્રતિબદ્ધતા' છે. ગોયલે દરેકને પરિવર્તનનો માર્ગ બનવા વિનંતી કરી હતી.

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલએ કહ્યું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (Chartered accountant- CA) સમુદાયે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ વ્યવસાયની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવાના માર્ગો શોધવા જોઈએ. જોકે, સાથે સાથે તેમણે કહ્યું હતું કે, બધા લોકો ખરાબ નથી હોતા, પરંતુ કેટલાક અપવાદો પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ગોયલે કહ્યું કે, સીએનો વ્યવસાય 'ગેટકીપર' જેવો છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેની મોટી ભૂમિકા છે. રત્ન અને આભૂષણોનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે, કેટલાક ખરાબ લોકોના કારણે આ વિસ્તારની છબીને અસર થઈ છે. આજે કોઈ પણ બેંક તેમને ધિરાણ આપવા માંગતી નથી.

ગોયલે કહ્યું કે 2-4 મોટા નામોએ સમગ્ર સેક્ટરને નષ્ટ કરી દીધું. દરેક ઝવેરી જાણતા હતા કે તેઓ કોણ છે અને તેઓએ શું કર્યું. પરંતુ દુ:ખની વાત એ છે કે આ બધું એટલા માટે થયું કારણ કે કોઈ તે બેલેન્સ શીટ પર હસ્તાક્ષર કરી રહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'અમે એ વાસ્તવિકતાને અવગણી શકીએ નહીં કે દેશભરમાં જે બન્યું છે તેના સૂત્ર અમે (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) પણ છીએ.'

આ પણ વાંચો: રેલવેની જાહેરાત: સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ ભાડાનો આવશે અંત, કોરોનાકાળના પહેલા જેવી ચાલશે ટ્રેન

ગોયલે જણાવ્યું કે, 'અમે સમાજના નૈતિક માર્ગદર્શક છીએ.' ઓડિટિંગ એ સીએનો અભિન્ન ભાગ છે, પરંતુ પ્રામાણિક ઓડિટિંગ એ 'અમારું કામ અને પ્રતિબદ્ધતા' છે. ગોયલે દરેકને પરિવર્તનનો માર્ગ બનવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ ફેરફાર અંદરથી આવશે. આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ધોરણો નક્કી કરવાની જરૂર છે.

આ પણ વાંચો: 24 કલાકમાં 3 કોંગી નેતાઓએ હિન્દુ ધર્મ પર આપ્યું વિવાદિત નિવેદન, આ તેમની આદત: BJP

ગોયલે દરેકને સ્ટૈટિકલ ટૂલ્સનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે સીએ સંસ્થાઓ અને સંગઠનોને તેમની આસપાસના લોકોના ખોટા કાર્યો જાહેર કરવા જણાવ્યું હતું.
Published by:Riya Upadhay
First published: