વિજય માલ્યાના એક નિવેદનથી કોંગ્રેસ-ભાજપા વચ્ચે જામી પડી

News18 Gujarati
Updated: September 14, 2018, 11:17 AM IST
વિજય માલ્યાના એક નિવેદનથી કોંગ્રેસ-ભાજપા વચ્ચે જામી પડી

  • Share this:
ભાગેડૂ દારૂ વેપારી વિજય માલ્યાએ બુધવારે દાવો કર્યો હતો કે, દેશ છોડવાથી પહેલા તેમને નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. માલ્યાના આ દાવા પર કોંગ્રેસે BJP સરકાર પર શાબ્દિક હુમલાઓ કરવા લાગી છે. કોંગ્રેસ નેતા પીએલ પૂનિયાએ આરોપ લગાવ્યા કે માલ્યની નાણામંત્રી સાથેની મીટીંગ 15-20 મીનિટથી પણ વધારે લાંબી ચાલી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના હુમલાઓ સામે ભાજપાએ પૂર્વવર્તી યૂપીએ સરકાર પર હુમલાઓ તેજ કરી દીધા છે.

બીજેપીએ આ મુદ્દા પર કોંગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું છે કે, યૂપીએ દ્વારા ફરાર વ્યાપરી અને કિંગફિશર એરલાઈન્સ માટે 2010થી ધોરણનું ઉલ્લઘન કર્યું હતું.

એક પ્રેસ કોન્ફ્રન્સને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, પૂવ્ વડાપ્રધાન મનમોહન સિંહે મીડિયને જણાવ્યું કે, તેમને નુકશાનમાં ચાલી રહેલ પ્રાઈવેટ એરલાઈન્સ માટે બેલ આઉટ પેકેજ આપવની કોશિષ કરી હતી.

ગોયલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, નિયમોમાં ફેરફાર કરીને નાણાકીય સંસ્થાઓ જેમ આરબીઆઈ પર દબાણ બનાવીને એરલાઈન્સને લોન આપવામાં આવી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, લોનમાંથી બહાર આવે તે માટે કિંગફિશરને આપવામા આવેલી બધી જ મદદ યૂપીએ સરકાર દ્વારા વધારી દીધી. કિંગફિશરને તેમના શાસન દરમિયાન ઘણી વખત લોન આપવામા આવી છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, 18 ઓગસ્ટ 2010માં કંપની-વિશિષ્ટ પત્ર આરબીઆઈને મોકલવામા આવ્યો હતો. 27 ઓગસ્ટે આ મુદ્દાને ઉકેલવામાં આવ્યો. 2011માં માલ્યાએ મનમોહનસિંહનો આભાર માન્યો અને કહ્યું કે, તેને હજુ વધારે મદદની જરૂરત છે. તે પછી આરબીઆઈને તેની મદદ કરવા માટે મજબૂર થવું પડ્યું.

જણાવી દઈએ કે, આનાથી પહેલા બીજેપી પ્રવક્ત સંબિત પાત્રાએ કોંગ્રેસના આરોપોએ જવાબ આપતા હુમલો કર્યો હતો. કોંગ્રેસ પર નિશાન સાધતા બીજેપીએ ગુરૂવારે આરોપ લગાવ્યા કે, પૂર્વવર્તી યૂપીએ સરકારે દેવામાં ડૂબેલ કિંગફિશર એરલાયન્સને દેવામાંથી બહાર લાવવા માટે તેના માટે રાહતપૂર્ણ સૌદો કર્યો. બીજેપીએ આરોપ લગાવ્યો કે, એવું લાગી રહ્યું હતું કે, એરલાયન્સ કદાચ ગાંધી પરિવારના સ્વામિત્વવાળી હોય.સંબિત પાત્રાએ દાવો કર્યો કે, કિંગફિશર એરલાઈન્સ અને તેના પ્રાયોજન વિજય માલ્યાના મામલામાં રાહુલ ગાંધી બચાવની સ્થિતિમાં રહ્યાં અને આખા પરિવારે ફ્રિમાં બિઝનેસ ક્લાસમાં યાત્રા કરી.

પાત્રાએ કહ્યું કે, આખા ગાંધી પરિવાર વાસ્તવમાં રાહતપૂર્ણ સૌદા હેઠળ માલ્યા અને કિંગફિશરની મદદ કરી રહ્યું હતું. બીજેપી પ્રવક્તાએ આ સંદર્ભમાં એરલાયન્સને બેંકો દ્વારા આપેલા લોનના અનેક દસ્તાવેજો રજૂ કર્યા.
First published: September 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading