રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ચંદ્રબાબૂ નાયડૂને આંધ્ર પ્રદેશના વિકાસ માટે દરેક સહકાર આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, 'એ વિશેષ રાજ્યનો દરજ્જો માંગી રહ્યા છે. જે શક્ય નથી. અમે કોઈ એક રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપી શકીએ. અમે કોઈ એક રાજ્યને વિશેષ દરજ્જો આપીએ તો ફરી બીજા રાજ્યો આવી જ માંગણી સાથે આગળ આવશે.'
ગડકરી શુક્રવારે દિલ્હીની હોટલ તાજ પેલેસ ખાતે આયોજિત ન્યૂઝ 18 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'ને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ચંદ્રબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટીનું એનડીએ સાથેથી છેડો ફાડી લેવા બાબતે કહ્યું કે
'રાજકારણમાં બધુ શક્ય છે. જેટલી પેકેજ આપવા માટે તૈયાર છે પરંતુ સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો આપવામાં મુશ્કેલી છે. આજે એક રાજ્ય છે, કાલે બીજું રાજ્ય પણ આવો દરજ્જો માંગશે.'
આ મુદ્દે રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ માટે જે થઈ શકતું હતું તે કર્યું છે. જે સ્પેશ્યલ દરજ્જો આપવાથી મળતું હતું તે તમામ આપ્યું છે. જો પૈસા જ માંગતા રહો અને સામે કંઈ કામ ન દેખાય તો શું કહી શકો. કેન્દ્ર સરકાર તો પૈસાના વપરાશનું સર્ટિફિકેટ માંગશે. નાયડૂ રાજનીતિને લઈને આરોપ લગાવી રહ્યા છે.'
ગોયલે કહ્યું કે તેમને લાગે છે કે આંધ્ર પ્રદેશનો મુદ્દો ભાવનાઓ સાથે વધારે જોડાઈ ગયો છે. તેમણે કહ્યું કે સંવિધાન પ્રમાણે અમુક રાજ્યને બાદ કરતા કોઈને વિશેષ દરજ્જો ન આપી શકાય. આંધ્ર પ્રદેશને અઢી હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પોલાવરમ માટે પૈસા આપવાના હતા તે પણ આપી દીધા છે. દુર્ભાગ્યથી રાજનીતિ અને ભાવનાઓ વિકાસ પર હાવી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ માટે જે કરવાનું હતું તે કર્યું છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર