Pithoragarh Cloud Burst Video: પિથૌરાગઢમાં વાદળ ફાટવાથી 3 લોકોનાં મોત અને 7 ગુમ, અનેક ઘરો ધરાશાયી

Pithoragarh Cloud Burst: પિથૌરાગઢના જુમ્મા ગામમાં વાદળ ફાટવાથી સર્જાયેલા તારાજીના દૃશ્યો થયા વાયરલ, જુઓ VIDEO

Pithoragarh Cloud Burst: પિથૌરાગઢના જુમ્મા ગામમાં વાદળ ફાટવાથી સર્જાયેલા તારાજીના દૃશ્યો થયા વાયરલ, જુઓ VIDEO

  • Share this:
    પિથૌરાગઢ. ઉત્તરાખંડ (Uttarakhand)ના પિથૌરાગઢ (Pithoragarh) જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ધારચૂલા સ્થિત જુમ્મા ગામમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાથી (Cloud Burst) મોટાપાયે નુકસાનના અહેવાલ છે. ડઝનબંધ ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે. મળતી જાણકારી મુજબ, કાટમાળના ઝપટમાં આવી જવાથી ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે સાત લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાથી સ્થાનિક લોકો ડરી ગયા છે. મળતી જાણકારી મુજબ, NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં (Rescue Operation) લાગી ગઈ છે.

    આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Pushkar Singh Dhami) પોતે ટ્વીટ કરીને આ ઘટના વિશે જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે, પિથૌરાગઢ જનપદના જુમ્મા ગામની પાસે ભૂસ્ખલન (Landslide) થવાના કારણે બે લોકોના દુખદ મોત થયા છે જ્યારે અન્ય પાંચ કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ છે. આ વિષયમાં જિલ્લાધિકારી સાથે વાત કરી રેસ્ક્યૂ મિશન તેજ કરવાના નિર્દેશ આપી દીધા છે. હું ત્યાં ફસાયેલા લોકોની સલામતી માટે ઈશ્વરથી પ્રાર્થના કરું છું.


    ગત સપ્તાહે પણ પિથૌરા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં મૂશળધાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. વરસાદના કારણે થઈ રહેલા ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. બીજી તરફ, સામાન્ય લોકોને પણ ખતરાનો સામનો કરવો પડી રહ્યો હતો. બલુઆકોટમાં એક મહિલા ભારે કાટમાળમાં દબાઈ ગઈ હતી. ધારચૂલા તાલુકાના અલઘારામાં મોટાપાયે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ચીન બોર્ડરને જોડનારો તવાઘાટ રોડ બંધ થઈ ગયો હતો. ભૂસ્ખલનમાં આવેલા ભારે કાટમાળના કારણે નીચાણવાળા વિસ્તારોના 20 મકાનો પર ખતરો ઊભો થઈ રહ્યો હતો. સ્થાનિક પ્રશાસને 12 મકાનોને તાત્કાલિક ખાલી કરાવવવાનો આદેશ આપ્યો હતો.

    આ પણ વાંચો, Mathura: હિન્દુ નામથી ઢોંસાની દુકાન ચલાવનાર મુસ્લિમ શખ્સને ભીડે ફટકાર્યો, ‘આર્થિક જેહાદ’નું આપ્યું નામ

    બલુઆકોટ વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતું. જોશી ગામમાં (Joshi Village) થયેલા ભૂસ્ખલનના કારણે 13 મકાન પર ખતરો ઊભો થયો હતો. તેની ઝપટમાં આવવાથી એક મહિલા ગુમ થઈ ગઈ હતી. મહિલાને શોધવા માટે SDRFએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ કાટમાળ વ્યાપક માત્રામાં હોવાના કારણે મહિલાને શોધવી મુશ્કેલ બની હતી.

    આ પણ વાંચો, Himachal Pradesh News: યુવકે 95 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મનો કર્યો પ્રયાસ, વૃદ્ધાએ આવી રીતે કર્યો સામનો

    નોંધનીય છે કે, પિથૌરાગઢ ઉત્તરાખંડમાં કુદરતી આપત્તિઓથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. વર્ષ 1977 બાદથી અત્યાર સુધી જિલ્લામાં કુદરતી આપત્તિઓના કારણે અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં 1977ના તવાઘાટ, 1988ના માલપા અને 2009માં લા, ઝેકલામાં આવેલી આપત્તિઓને કારણે પહાડી વિસ્તારમાં વસતા લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું. આ ત્રણ આપત્તિઓમાં 347 જેટલા લોકોના મોત થયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: