ચીન સરહદ સુધી જતા રૂટ પર ભારતે મેળવી મોટી સિદ્ધિ, BROએ કરી આ કમાલ

News18 Gujarati
Updated: June 3, 2020, 1:14 PM IST
ચીન સરહદ સુધી જતા રૂટ પર ભારતે મેળવી મોટી સિદ્ધિ, BROએ કરી આ કમાલ
પુલનું નિર્માણ BROના કર્નલ સોમેન્દ્ર બેનર્જીની આગેવાનીમાં થયું છે.

BROએ બૂંદી નાળા પર 100 ફુટ લાંબો વૈલી બ્રિજ તૈયાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

  • Share this:
પિથૌરાગઢઃ ચીન સરહદને જોડનારા લિપુલેખ રોડ (Transcription Road) પર અવર-જવરમાં મોટી અડચણ દૂર થઈ ગઈ છે. ઉદ્ઘાટનના મહિનાની અંદર જ BROઅને બૂંદી નાળા પર વૈલી બ્રિજ તૈયાર કરી દીધો છે. આ વૈલી બ્રિજની લંબાઈ લગભગ 100 ફુટ છે. બ્રિજ (Bridge) બનતાં પહેલા લોકોને ગ્લેશિયરથી નીકળતા નાળાથી થઈને ગાડીઓ પસાર કરવા માટે મજબૂર થવું પડતું હતું, જેમાં ભારે ખતરો પણ હતો. આ પુલના બનવાથી ચીનને જોડતી સરહદ સુધી જવાનું ખૂબ સરળ થઈ જશે.

મૂળે બુંદી નાળાનું પાણી દિવસના સમયે વધતું જાય છે. બપોરે થતાં-થતાં બુંદી નાળામાં પાણીનો પ્રવાહ તેજ થઈ જાય છે. બુંદીમાં પુલ બનવાથી બિયાસ ઘાટીના લોકોને તો રાહત મળી છે, તેની સાથે ચીન-નેપાળ બોર્ડર પર તૈનાત સેના, આઈટીબીપી અને એસએસબીને પણ સરળતા થઈ છે. પુલ ન બનતાં પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ચોમાસામાં લિપુલેખ રોડમાં વાહનોના સંચાલન નહીં થઈ શકે, પરંતુ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને વૈલી બ્રિજનો તૈયાર કરી તમામ આશંકાઓને દૂર કરી દીધી છે.

કર્નલ સોમેન્દ્ર બેનર્જીની આગેવાનીમાં થયું નિર્માણ

પુલનું નિર્માણ BROના કર્નલ સોમેન્દ્ર બેનર્જીની આગેવાનીમાં થયું છે. આ પુલના દ્વારા કૈલાશ-માનસરોવર યાત્રી પણ સરળતાથી યાત્રા પૂરી કરી શકશે. BROએ 12 વર્ષની આકરી મહેનત બાદ ચીન સરહદની નજીક લિપુલેખ પાસ સુધી 74 કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે. જોકે હજુ પણ આ રોડને પહોળો કરવાની સાથે હોટમિક્સનું કામ કરવાનું બાકી છે.

આ પણ વાંચો, ચીન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી? તિબેટ પાસે રાતના અંધારામાં લડાઈનો કર્યો અભ્યાસ

આ ઉપરાંત છિયાલેખના ચઢાણમાં 32 બૈંડને પણ સુરક્ષિત કરવાનું બાકી છે. લિપુલેખ રસ્તો ટૂંકો થવાથી ભારતનું ચીન સરહદ સુધી પહોંચવું તો સરળ થયું છે, તેની સાથોસાથ દશકોથી રસ્તાની રાહ જોઈ રહેલા બુંદી, ગર્બ્યાંગ, નપલચ્યુ, ગુંજી, નાભી, રોંકકોંગ અને ભારતના છેલ્લા ગામ કુટીના લોકોનું સપનું પણ પૂરું થયું છે. બુંદી બાદ BRO માલપામાં દોઢ સો ફુટ લાંબો પુલ બનાવવામાં લાગી ગયું છે. BROના અધિકારીઓનો દાવો છે કે મહિનાની અંદર માલપાનો પુલ પણ તૈયાર થઈ જશે.આ પણ વાંચો, માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...

Poll

Published by: Mrunal Bhojak
First published: June 3, 2020, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading