Home /News /national-international /વિચિત્ર ઘટના: કૂતરાએ માતાને ફાડી ખાધી, છતાં પુત્ર Dogને છોડવા તૈયાર નહોતો

વિચિત્ર ઘટના: કૂતરાએ માતાને ફાડી ખાધી, છતાં પુત્ર Dogને છોડવા તૈયાર નહોતો

પિટબુલ પ્રજાતિના કૂતરા બ્રાઉનીને નગરપાલિકાની ટીમે કબ્જો લીધો

Lucknow Pitbull Dog Attack: નગરપાલિકાની ટીમ કૂતરાનો કબ્જો લેવા માટે સુશીલા ત્રિપાઠીના ઘરે પહોંચી હતી. પાલિકાની ટીમને જોઇને અમિત ત્રિપાઠી નારાજ થયો હતો

લખનઉ: ઉત્તરપ્રદેશના લખનઉમાં એક ચોંકવનારી ઘટના બની છે. અહીં એક પાલતું પિટબુલ કૂતરા (Pitbull Attack)એ હુમલો કરી 80 વર્ષીય વૃદ્ધાને ફાડી ખાધા હતા. જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. સુશીલા ત્રિપાઠીની જાન લેનારા હિંસક પિટબુલ પ્રજાતિના કૂતરા બ્રાઉનીને નગરપાલિકાની ટીમે કબ્જો લીધો છે, પરંતુ સુશીલા ત્રિપાઠીના પુત્ર અમિત બ્રાઉનીને સુપરત કરવા તૈયાર નહોતો. અમિતની માતાના બાદ બ્રાઉનીને નગરપાલિકાને સોંપવા માટે તેને ઘણુ સમજાવવું પડ્યું હતું. તે બ્રાઉનીને પોતાના ખોળામાં લઇને ગાડી સુધી છોડવા આવ્યો હતો. કૂતરાને જરહરા સ્થિત સ્વાન કેન્દ્રમાં એકાંતમાં રાખવામાં આવ્યો છે, જ્યારે બે દિવસ બાદ તેની નસબંદી કરવામાં આવશે.

આ ઘટના ચારે તરફ ચર્ચાઇ રહી છે, ત્યારે નગરપાલિકાની ટીમ કૂતરાનો કબ્જો લેવા માટે સુશીલા ત્રિપાઠીના ઘરે પહોંચી હતી. પાલિકાની ટીમને જોઇને અમિત ત્રિપાઠી નારાજ થયો હતો. પુશ ચિકિત્સક ડૉક્ટર અને પડોશીઓએ તેને બહુ સમજાવ્યો હતો કે તેને ઘરે રાખવો યોગ્ય નથી. ભારે મથામણ બાદ અમિત તૈયાર થયો હતો.

અમિત પોતે તેને ખોળા લઇને પાલિકાના વાહન સુધી મૂકવા આવ્યો હતો. તેના માથે કપડું નાંખવામાં આવ્યું હતું, જેથી તેને ક્યાંક લઇ જવાય છે તે જાણી શકે નહીં. આ દરમિયાન કૂતરાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

કહેવાઇ રહ્યું છે કે, લગભગ 15 દિવસ કૂતરાના વ્યવહાર પર નજર રાખવામાં આવશે. તે સામાન્ય સ્થિતિમાં જણાશે પછી જ નિર્ણ લેવાશે કે, તેને કોને સોંપવો. શક્યતા છે કે બ્રાઉનીને કોઇ પ્રશિક્ષિત ટ્રેનરને દત્તક આપવામાં આવે. તેને ઘરેથી જરહરા લઇ જવાયો ત્યાં સુધી તેનો વ્યવહાર સામાન્ય હતો.
First published:

Tags: Ajab gajab news, Dog attack, Latest News