શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર મળ્યો પાઇપ બોમ્બ, પોલીસે કર્યો ડિફ્યૂઝ

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઈસ્ટરના રોજ ચર્ચ અને હોટલોને નિશાન બનાવીને આઠ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

News18 Gujarati
Updated: April 22, 2019, 9:22 AM IST
શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર મળ્યો પાઇપ બોમ્બ, પોલીસે કર્યો ડિફ્યૂઝ
સુરક્ષામાં તહેનાત જવાનો
News18 Gujarati
Updated: April 22, 2019, 9:22 AM IST
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક ભાગોમાં રવિવારે થયેલા આઠ બ્લાસ્ટ બાદ મોડી સાંજે ફરીથી આતંકી હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર ઇમ્પ્રોવાઇઝ્ડ પાઇપ બોમ્બ મળ્યો હતો, આ બોમ્બને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીલંકા એરફોર્સ તરફથી આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતુ કે રવિવારે મોડી સાંજે એરપોર્ટના મુખ્ય ટર્મિનલ તરફ જતા રસ્તેથી "ઘર બનાવટ"નો પાઇટ બોમ્બ મળ્યો હતો. આ બોમ્બમાં એક પાઇપમાં વિસ્ફોટકો ભરી દેવામાં આવ્યા હતા.

એરફોર્સના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે "આ છ ફૂટ લાંબો ક્રૂડ પાઇટ બોમ્બ હતો, જે રસ્તાની બાજુમાંથી મળ્યો હતો. અમે તેને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધો છે."

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઈસ્ટરના રોજ ચર્ચ અને હોટલોને નિશાન બનાવીને આઠ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં 250થી વધારે લોકોનાં મોત થયા છે, જ્યારે 500 જેટલા લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ સંદર્ભે પોલીસે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી લીધી છે.

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે મોટા ભાગના બ્લાસ્ટ આત્મઘાતિ હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ ભારતીય અને પાકિસ્તાનીઓ સહિત 35 વિદેશી નાગરિકો સામેલ છે.

આ પણ વાંચો : શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં 'નેશનલ તૌહિદ જમાલ'ના હાથની આશંકા, 13 લોકોની ધરપકડ
Loading...

નોંધનીય છે કે શ્રીલંકામાં રવિવારે થયેલા બ્લાસ્ટ સંદર્ભે પોલીસે કહ્યું છે કે, 10 દિવસ પહેલા જ આ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ચર્ચોમાં બ્લાસ્ટ થઈ શકે છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

આ બ્લાસ્ટ પાછળ 'નેશનલ તૌહિદ જમાત' આતંકી સંગઠનનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તૌહિદ એક ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. તામિલનાડુમાં તેનું એક જૂથ સક્રિય છે.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...