શ્રીલંકા: કોલંબોમાં વધુ એક બોમ્બ ધડાકો, ચર્ચ બહાર પાર્ક કારમાં થયો બ્લાસ્ટ

News18 Gujarati
Updated: April 22, 2019, 5:17 PM IST
શ્રીલંકા: કોલંબોમાં વધુ એક બોમ્બ ધડાકો, ચર્ચ બહાર પાર્ક કારમાં થયો બ્લાસ્ટ
મળતી જાણકારી મુજબ, મરનારાઓની સંખ્યા હજુ વધતી જઈ રહી છે. હજુ સુધી હુમલાના કારણો વિશે જાણી નથી શકાયું

મળતી જાણકારી મુજબ, મરનારાઓની સંખ્યા હજુ વધતી જઈ રહી છે. હજુ સુધી હુમલાના કારણો વિશે જાણી નથી શકાયું

  • Share this:
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક ભાગોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટથી પૂરા દેશમાં હાહાકાર મચ્યો છે, ત્યારે કોલંબોમાં વધુ એક બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, શ્રીલંકાના કોલંબોમાં એક કારમાં સુરક્ષાકર્મીઓને મળી આવેલા બોમ્બને ડિફ્યૂઝ કરતા સમયે આ બ્લાસ્ટ થયો છે. ચર્ચની બહાર પાર્ક કરેલી કારમાં એક લાઈવ બોમ્બ મળી આવ્યો હતો, જેને બોમ્બ ડિપ્યૂઝ ટીમ ડિફ્યૂઝ કરી રહી હતી, આ સમયે બ્લાસ્ટ થયો છે. જોકે, આ ઘટનામાં જાનહાનીની વિગત બહાર આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ઈસ્ટરના દિવસે રવિવારે સવારે 8.45 વાગ્યે શ્રીલંકામાં રાજધાની કોલંબો સહિત દેશના અન્ય ભાગોમાં બ્લાસ્ટ થયા જેમાં 290 લોકોએ જીવ ગુમાવ્યા અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. શ્રીલંકામાં સવારે 6 બ્લાસ્ટ થયા હતા અને બપોરે કોલંબોમાં બીજા બે બ્લાસ્ટ થયા. કુલ મૃત્યુઆંક 290એ પહોંચ્યો છે.

રાજધાની કોલંબોમાં ત્રણ આલીશાન હોટલો અને એક ચર્ચ પર હુમલો થયો. પોલીસ સૂત્રો મુજબ કોલંબો ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં બટ્ટિકલોઆમાં પણ એક ચર્ચને પણ નિશાન બનાવવામાં આવ્યું જેમાં લગભગ 10થી વધુ લોકોનાં મોત થયા છે.

મળતી જાણકારી મુજબ, મરનારાઓની સંખ્યા હજુ વધતી જઈ રહી છે. હજુ સુધી હુમલાના કારણો વિશે જાણી નથી શકાયું. મળતી જાણકારી મુજબ, પહેલો બ્લોસ્ટ કોલંબોના સેન્ટ એન્ટોની ચર્ચમાં થયો. આ વિસ્ફોટ બાદ કોલંબોની ત્રણ મોટી હોટલોમાં અને બટ્ટિકલોઆમાં પણ બ્લાસ્ટ થયા છે.

આ બ્લાસ્ટમાં કર્ણાટકની સ્થાનિક પાર્ટી જનતા દળ સેક્યુલર(જેડીએસ)ના બે સભ્યોનું પણ મોત થયું છે. જેડીએસના કુલ સાત સભ્યો રજા માણવા માટે શ્રીલંકા ગયા હતા. રવિવારે થયેલા બ્લાસ્ટમાં બે સભ્યોનાં મોત થયા છે, જ્યારે પાંચ સભ્યો ગુમ થયા છે. સોમવારે કોલંબોના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો.સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે મોટા ભાગના બ્લાસ્ટ આત્મઘાતિ હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ ભારતીય અને પાકિસ્તાનીઓ સહિત 35 વિદેશી નાગરિકો સામેલ છે.

મૃતકોની સંખ્યા 290 થઈ છે. ઇસ્ટરના દિવસે થયેલા બ્લાસ્ટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સોમવારે અડધી રાતથી દેશમાં કટોકટી લાગૂ કરવાની જાહેરાત કરી શકે છે.
First published: April 22, 2019, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading