પ્રિયંકા ગાંધી માટે જીવ આપવા પણ તૈયાર છે કોંગ્રેસની આ 'આર્મી'

'પ્રિયંકા આર્મી'

પ્રિયંકા સેનાનું સ્લોગન છે- "દેશ કે સન્માન મેં, પ્રિયંકા જી મેદાન મેં. માન ભી દેંગે, સન્માન ભી દેંગે. વક્ત પડા તો જાન ભી દેંગે."

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આજે (સોમવારે) પ્રિયંકા ગાંધી લખનઉમાં મેગા રોડ શો કરી રહ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પોસ્ટર્સથી ભરાઈ ગયા છે. બીજી તરફ કોંગ્રેસના 500 કાર્યકરોએ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા માટે એક અલગ 'આર્મી' તૈયાર કરી છે. આ આર્મીના તમામ સભ્યો ગુલાબી વસ્ત્રોમાં સજ્જ છે. આર્મીના ટીમના ટી-શર્ટ પર એક સ્લોગન પણ લખવામાં આવ્યું છે. એવા સમાચાર મળ્યા છે કે આ 500 લોકોએ પ્રિયંકાના આખા કાર્યક્રમની જવાબદારી લીધી છે. આ આર્મી પોતાને 'પ્રિયંકા આર્મી' તરીકે ઓળખાવે છે.

  પ્રિયંકા સેનાનું સ્લોગન છે- "દેશ કે સન્માન મેં, પ્રિયંકા જી મેદાન મેં. માન ભી દેંગે, સન્માન ભી દેંગે. વક્ત પડા તો જાન ભી દેંગે." આ સેનાના કાર્યકરોનું કહેવું છે કે આ અમારો વિચાર હતો અને અમે સોમવારે આખા કાર્યક્રમ દરમિયાન હાજર રહીશું. અમારું માનવું છે કે મહિલાઓએ રાજકારણમાં આવવું જોઈએ. મહિલા સશક્તિકરણ બિલ પાસ થવું જોઈએ અને તેમને સમાન અધિકારી મળવો જોઈએ. આ સંદેશને પ્રિયંકા સેના આખા દેશમાં પહોંચાડશે.

  આ પણ વાંચો : પ્રિયંકાની એન્ટ્રી બાદ બદલાયા સપા-બસપાના સૂર, કોંગ્રેસને આપી 14 ટિકિટની ઓફર: સૂત્ર 

  જોકે, આ ગ્રુપ નવું છે. પોતાના ગ્રૂપના ડ્રેસ કોડ અંગે તેમનું કહેવું છે કે અમારો ઉદેશ્ય રાજકારણમાં નવા આવેલા પ્રિયંકા ગાંધીને એવી પ્રતિતિ કરાવવાનો છે કે તેમારી પાછળ એક 'શિસ્તબદ્ધ ફોર્સ' છે. અમારો સંદેશ છે કે પ્રિયંકા ગાંધી આખા દેશની મહિલાઓનું નેતૃત્વ કરી રહ્યા છે. મહિલાઓ સામે અત્યાચાર બંધ થવા જોઈએ.

  નોંધનીય છે કે ગત દિવસોમાં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવા માટે તેમને રાજકારણના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે તેના હેઠળ 40 લોકસભાની બેઠક આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: