Home /News /national-international /પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પાઈલટની સૂઝબૂઝે 170 મુસાફરોનો જીવ બચાવ્યો, જાણો શું છે મામલો

પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પાઈલટની સૂઝબૂઝે 170 મુસાફરોનો જીવ બચાવ્યો, જાણો શું છે મામલો

વિમાન સંપૂર્ણ રીતે મુસાફરોથી ભરેલું હતું અને તેમાં 170 થી વધુ મુસાફરો સવાર હતા.

વિમાનની પાંખોમાં થોડી ખામી હતી, જેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં વિમાન રનવે પર ઊભું છે. ટેકનિકલ અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ કર્યું છે. વિમાન સંપૂર્ણ રીતે મુસાફરોથી ભરેલું હતું અને તેમાં 170 થી વધુ મુસાફરો સવાર હતા.

વધુ જુઓ ...
પટના: બિહારના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી. અહીં એક પક્ષી GoAirના પ્લેન સાથે અથડાયું હતું. જેના કારણે અહીં એક મોટી દુર્ઘટના બની શકતી હતી. જોકે તેવું કઇ થયુ નછી અને હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત છે.

મળતી માહિતી મુજબ GoAirની ફ્લાઈટ મંગળવારે બેંગ્લોરથી પટના આવી રહી હતી. આ દરમિયાન એક પક્ષી વિમાનની પાંખો સાથે અથડાયું હતું. ફ્લાઇટના આગમનનો સમય 11:35 હતો. પરંતુ લેન્ડિંગ પહેલા પક્ષી અથડાયું હતું. જો કે, પાઈલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

આ પણ વાંચોં: શું આમ ભણશે ગુજરાત! શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા

કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની પાંખોમાં થોડી ખામી હતી, જેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં વિમાન રનવે પર ઊભું છે. ટેકનિકલ અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ કર્યું છે. વિમાન સંપૂર્ણ રીતે મુસાફરોથી ભરેલું હતું અને તેમાં 170 થી વધુ મુસાફરો સવાર હતા. જોકે હવે વિમાન ઠીક થશે ત્યારે પરત મોકલવામાં આવશે. ત્યાં જ મુસાફરોને અન્ય વિમાન દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એરપોર્ટ પર ધુમ્મસની સમસ્યા

તમને જણાવી દઈએ કે પટના એરપોર્ટ પર હાલ 40 જોડી એરક્રાફ્ટ કાર્યરત છે. જો કે હાલમાં ગાઢ ધુમ્મસના કારણે વિમાનોના સંચાલનને ઘણી અસર થઈ રહી છે. ઓછી વિઝિબિલિટીના કારણે વિમાનો દરરોજ મોડા પડી રહ્યા છે. ખાસ કરીને સવારે અને મોડી સાંજે આવતા વિમાનોને ભારે અસર થઈ છે.
First published:

Tags: Bihar News, GoAir, PATNA NEWS