Home /News /national-international /Video: અમેરિકામાં પાયલોટે વોલમાર્ટ સ્ટોરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત કરવાની આપી ધમકી

Video: અમેરિકામાં પાયલોટે વોલમાર્ટ સ્ટોરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત કરવાની આપી ધમકી

મિસિસિપી શહેરમાં એક પાયલોટે (pilot)વોલમાર્ટ સ્ટોર (walmart store)પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત (crash plane)કરવાની ધમકી આપી

America - પાયલોટ સતત શહેરની ઉપર વિમાન ઉડાડી રહ્યો હતો, ફ્યૂલ ખતમ થવાને કારણે પાયલોટે તેને લેન્ડ કરાવ્યું હતું, પાયલટની ધરપકડ કરવામાં આવી

મિસિસિપી : અમેરિકામાં (america)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિસિસિપી શહેરમાં એક પાયલોટે (pilot)વોલમાર્ટ સ્ટોર (walmart store)પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત (crash plane)કરવાની ધમકી આપી છે. આ વાતની જાણકારી પોલીસે શનિવારે આપી છે. જોકે ફ્યૂલ ખતમ થવાને કારણે પાયલટે તેને લેન્ડ કરાવ્યું હતું. પાયલટની ધરપકડ કરવામાં આવી છે

પાયલોટની ધમકી પછી પોલીસ હરકતમાં આવી અને લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી. જાણકારી પ્રમાણે પાયલોટની આ ધમકી પછી પોલીસે તેની સાથે સીધો સંપર્ક કરવાનું શરુ કર્યો હતો.  ધમકી પછી ટુપેલો પોલીસ ડિપાર્ટમેન્ટ વોલમાર્ટ સ્ટોરમાં બનેલી દુકાનોને ખાલી કરાવવામાં લાગી ગઇ હતી અને સાથે સાવધાની રાખતા નાગરિકોને પણ તે સ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો - ચીનના પેટમાં રેડાયું તેલ, રશિયન ઓઇલ માર્કેટમાં ભારતની એન્ટ્રીથી પરેશાન



પોલીસે જણાવ્યું કે પાયલોટની ધમકી પછી બધી ઇમરજન્સી સેવાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે પાયલોટ સતત શહેરની ઉપર વિમાન ઉડાડી રહ્યો છે. પોલીસના મતે આ ઘટના અમેરિકાના સમય પ્રમાણે સવારે પાંચ વાગ્યાની છે. બતાવવામાં આવી રહ્યું છે કે પાયલોટે પોલીસને 911 પર કોલ કરીને ધમકી આપી હતી.

પાયલોટ એક નાનું વિમાન ઉડાવી રહ્યો છે. તેની ઓળખ બીચક્રાફ્ટ કિંગ એયર 90ના રૂપમાં થઇ છે. તેને ટુપેલો હવાઇ એરપોર્ટથી લેવામાં આવ્યું છે. આ વિમાન નવ સીટો વાળું છે. જેમાં બે એન્જીન છે.
First published:

Tags: અમેરિકા, વિમાન