વાઘ-વાઘણના હુમલાની દિલધડક ઘટના, યુવાને આખી રાત ઝાડ પર બેસી જીવ બચાવ્યો, બે મિત્રોને નજર સામે ફાડી ખાધા

વાઘે હુમલો કરી બે મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા, એક જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો (વિકાસ સાથે વાઘ - પ્રતિકાત્મક)

વાઘ અને વાઘણે બાઈક પર જતા ત્રણ મિત્રો પર અચાનક હુમલો કરી દીધો, પછી કેવી રીતે બે મિત્રોને વાઘે પોતાનો કોળીયો બનાવ્યા, શું-શું થયું પુરી ઘટના બચી ગયેલા વિકાસે જણાવી,

  • Share this:
નવી દિલ્હી : ફિલ્મોની સ્ટોરીને પણ શરમાવે તેવી ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ વાઘ અને વાઘણથી (Tiger Attack) બચવા માટે આખી રાત વૃક્ષ ઉપર ભયના ઓથાર હેઠળ વિતાવી હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં તે વ્યક્તિના બે મિત્રો વાઘનો કોળિયો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂરનપૂર થાના ક્ષેત્રમાં દીયુરિયા રેન્જની ખરનૌત નદી નજીક બની હતી.

આ વિસ્તારમાં વાઘ અને વાઘણનો હુમલો (Tiger Attack) થયો હતો. આ હુમલામાં બચી ગયેલા વિકાસે તેના બે મિત્રોને વાઘનો કોળિયો બનતા પોતાની આંખે જોયા હતા. આટલું જ નહીં વાઘથી બચવા તે ઝાડ ઉપર ચડી ગયો હતો. ત્યારે તે વાઘ અને વાઘણ તે ઝાડની આસપાસ જ ફરી રહ્યા હતા અને રાત્રે સાડા ત્રણ કલાકે ફરીથી જંગલમાં જતા રહ્યા હતા. વિકાસે કહ્યું કે, તે આખી રાત સૂઈ ન શક્યો, વાઘના સ્વપ્નો આવતા હતા.

આ પણ વાંચોReal ટાર્ઝન! ખબર જ નથી કે મહિલાઓ શું હોય છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ તેમનું ફેવરેટ ફૂડ!

આ ઘટના અંગે વિકાસે જણાવ્યું કે, જંગલમાં ઘુસતા પહેલાં તેમને વન કર્મચારીઓએ સમજાવ્યા હતા અને વાઘ આજુબાજુમાં જ હોવાનું કહ્યું હતું. પરંતુ તેઓ માન્યા નહીં. ગાડી લઈને આગળ વધ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે તેઓ જંગલમાં પહોંચ્યા, ત્યારે રસ્તાની નજીક બે વાઘ ઘાત લગાવીને બેઠા હતા. આ સમયે બાઈક સોનુ ચલાવી રહ્યો હતો. વચ્ચે કંધઈલાલ અને છેલ્લે વિકાસ બેઠો હતો. ત્યારે એક વાઘે પાછળથી હુમલો કર્યો હતો. અલબત્ત વિકાસે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો પંજો હેલ્મેટ ઉપર વાગ્યો હતો. તે સમયે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઇક નીચે પડી ગઈ હતી. આ દરમિયાન એક વાઘે સોનુ પર હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી તરફ વિકાસ અને કંધઇલાલ વૃક્ષ પર ચડવા લાગ્યા હતા. ત્યાં કંધીલાલ 6 ફૂટ સુધી ચડ્યો હશે ત્યાં વાઘે કૂદકો મારી તેને દબોચીને મારી નાખ્યો.

આ પણ વાંચોPhotos: પ્રખ્યાત ઢાબામાં ચાલતો હતો રંગરલીયાનો ધંધો, 3 વિદેશી યુવતીઓ સહિત 12ની ધરપકડ

8 કલાક ઝાડ પર વિતાવ્યા

વિકાસે જણાવ્યા મુજબ, બંનેને મારી નાખ્યા બાદ બીજા વાઘે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, વાઘ હુમલો કરી શકે તે પહેલા જ તે ઝાડ ઉપર ઝડપથી ચડી ગયો હતો. વિકાસે કહ્યું કે, વાઘ કંધઈલાલના મૃતદેહને જંગલની અંદર ખેંચી ગયા હતા. જ્યારે સોનુનો મૃતદેહ તે જે વૃક્ષ પર ચડ્યો હતો ત્યાં જ પડ્યો હતો. જંગલની અંદર કંધઈલાલના મૃતદેહને ખાધા બાદ વાઘ વાઘણ ફરીથી તે વૃક્ષની નીચે આવી ગયા હતા. આઠ કલાક સુધી ત્યાં જ આંટાફેરા મારતા રહ્યા હતા અને રાત્રે સાડા ત્રણ કલાકે ફરી જંગલમાં અંદર ચાલ્યા ગયા હતા.
First published: