Home /News /national-international /Hajj 2023: હજ યાત્રીઓ માટે મોટા સમાચાર, આ વખતે એપ્લિકેશન થશે ફ્રી, મળશે મોટું ડિસ્કાઉન્ટ, વાંચો નવી પોલિસી
Hajj 2023: હજ યાત્રીઓ માટે મોટા સમાચાર, આ વખતે એપ્લિકેશન થશે ફ્રી, મળશે મોટું ડિસ્કાઉન્ટ, વાંચો નવી પોલિસી
હજ યાત્રીઓ ખુશખબર!
Hajj 2023 News: કેન્દ્ર સરકારે હજ યાત્રીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હજ પોલિસી 2023 (Hajj policy 2023) મુજબ આ વખતે હજ માટેની અરજી ફ્રી હશે. એટલું જ નહીં, પ્રતિ હાજી પર 50 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હજ (Hajj 2023) યાત્રીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હજ પોલિસી 2023 (Hajj policy 2023) મુજબ આ વખતે હજ માટેની અરજી ફ્રી હશે. એટલે કે તમામ હજ યાત્રીઓ મફતમાં અરજી કરી શકશે. જણાવી દઈએ કે, આ અગાઉ અરજી માટે પ્રતિ હાજી 400 રૂપિયા લેવામાં આવતા હતા. એટલું જ નહીં, આ વખતે પ્રતિ હાજી પર લગભગ 50 હજારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. હાજીઓએ હવે બેગ, સૂટકેસ, છત્રી, ચાદર જેવી વસ્તુઓ માટે પૈસા ચૂકવવા પડશે નહીં. તેઓ પોતાની રીતે સામાન પણ ખરીદી શકશે.
નવી હજ પોલિસી મુજબ આ વખતે વૃદ્ધો, દિવ્યાંગો અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલું જ નહીં, 45 વર્ષથી ઉપરની કોઈપણ મહિલા હવે એકલી હજ માટે અરજી કરી શકશે. સરકારે મહરમવાળી ચાર મહિલાઓ સાથે જવાનો નિયમ ખતમ કરી દીધો છે. આ વખતે 1 લાખ 75 હજારમાંથી 80 ટકા હાજીઓ હજ કમિટી વતી જશે. જ્યારે 20 ટકા હાજીઓ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા હજ માટે રવાના થશે.
બીજી તરફ બુધવારે કેન્દ્ર સરકારે હજ યાત્રીઓ માટે VIP ક્વોટા નાબૂદ કરી દીધો છે. આવી સ્થિતિમાં હવે VIP યાત્રીઓએ પણ સામાન્ય હજ યાત્રીઓની જેમ મુસાફરી કરવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, VIP ક્વોટા ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, લઘુમતી બાબતોના મંત્રી તેમજ હજ સમિતિને ફાળવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ VIP ક્વોટા વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો. આ માટે 500 બેઠકો નક્કી કરવામાં આવી હતી. તેમાંથી રાષ્ટ્રપતિને 100, ઉપરાષ્ટ્રપતિને 75, વડાપ્રધાનને 75, લઘુમતી બાબતોના મંત્રીને 50 અને હજ કમિટીની 200 બેઠકો ફાળવવામાં આવી હતી. તેમાંથી, રાષ્ટ્રપતિ ક્વોટાની 100 બેઠકો સિવાય, અન્ય તમામ 400 VIT બેઠકો રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ સીટો સામાન્ય લોકોને પણ ફાળવવામાં આવી શકે છે.
સાઉદી અરેબિયામાં વાર્ષિક હજ યાત્રા કોરોનાવાયરસ રોગચાળા અંગેની ચિંતાઓને કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા થયા પછી આ વર્ષે પૂર્વ રોગચાળાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, વાર્ષિક હજના પ્રસંગે, વિશ્વના ઘણા દેશોમાંથી લાખો લોકો મક્કામાં એકઠા થાય છે, જે ઇસ્લામમાં પવિત્ર માનવામાં આવે છે. તે લોકોનો સૌથી મોટો મેળાવડો માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર