આજે મેડિકલ સાયન્સ (Medical Science) કેટલું આગળ વધી ગયું છે, તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે, અમેરિકામાં ડોક્ટરો (American Doctors)એ એક માણસના શરીર (Human Body)માં ડુક્કરનું હ્યદય ટ્રાન્સપ્લાન્ટ (Pig Hearth Transplant) કરીને નવો કિર્તિમાન સર્જ્યો છે. સર્જનોએ એક 57 વર્ષિય શખ્સમાં જીનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હ્યદય (Modified Pig Heart) સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું છે.
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, શુક્રવારે આ ઐતિહાસિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હાલ ચોક્કસ નથી. સફળ સર્જરીના ત્રણ દિવસ બાદ દર્દીની હાલત હવે ઠીક છે. એક પ્રેસ રીલીઝ મુજબ ડેવિડ બેનેટ હ્રદય રોગથી પીડિત હતા અને તમામ વિકલ્પોમાં ડુક્કરનું હૃદય જ 'એકમાત્ર વિકલ્પ' હતો. જ્યારે ડેવિડ બેનેટને આ વિશે કહેવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “મારી સામે બે જ વિકલ્પ છે, મૃત્યુ અથવા ટ્રાન્સપ્લાન્ટ. તે અંધારામાં તીર મારવા જેવું છે, પણ મારે જીવવું છે.” યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 31 ડિસેમ્બરે આ સર્જરી માટે મંજૂરી આપી હતી.
શા માટે ડુક્કરનું જ હ્યદય?
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અહેવાલો સૂચવે છે કે, ડુક્કરના હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય છે, પરંતુ ડુક્કરના કોષોમાં આલ્ફા-ગેલ સુગર સેલ હોય છે. માનવ શરીર આ કોષને સ્વીકારતું નથી, જેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સૌપ્રથમ ડુક્કરને જીનેટિકલી મોડિફાઇડ કરવામાં આવ્યું હતું. ડુક્કરના હૃદયની પેશીઓના વિકાસને રોકવા માટે એક જનીન કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમાં છ જીનીન નાંખવામાં આવ્યા હતા.
દરરોજ મળી રહી છે નવી જાણકારી
સર્જરી કરનાર ડો. બાર્ટલી ગ્રિફિથે જણાવ્યું કે આ સર્જરી બાદ અમને દરરોજ નવી માહિતી મળી રહી છે. ટ્રાન્સપ્લાન્ટના આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. દર્દીના ચહેરા પર સ્મિત જોઈને આનંદ થાય છે. જોકે, પિગ હાર્ટ વાલ્વનો પણ દાયકાઓથી માનવીઓ માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે.
ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે કેમ, તે જોવા માટે ડોકટરો હવે બેનેટનું અઠવાડિયા સુધી નિરીક્ષણ કરશે. તેની રોગપ્રતિકારક શક્તિ અને અન્ય જટિલતાઓને લગતી સમસ્યાઓ પર નજર રાખવામાં આવશે.
સર્જરી સફળ રહી તો સર્જાશે નવો કિર્તિમાન
ડોક્ટરોના મતે જો આ સર્જરી સફળ થશે તો વિજ્ઞાનના ક્ષેત્રમાં આ એક મોટો ચમત્કાર હશે. આ સાથે વર્ષોથી તે પ્રાણીઓના અંગોને માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની શોધમાં એક મોટું પગલું સાબિત થશે. આ સાથે આપણે અંગોની અછતની સમસ્યાને દૂર કરવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર