Home /News /national-international /પતિએ ક્રૂરતાની હદ વટાવીઃ પત્ની-પુત્રીની કરી હત્યા, લાશોના ટૂકડા બોરામાં ભરી 24 કલાક સુધી રાખ્યા ઘરમાં

પતિએ ક્રૂરતાની હદ વટાવીઃ પત્ની-પુત્રીની કરી હત્યા, લાશોના ટૂકડા બોરામાં ભરી 24 કલાક સુધી રાખ્યા ઘરમાં

સરકારી હોસ્પિટલની તસવીર

પહેલી પત્નીની આત્મહત્યા કર્યા બાદ આરોપીએ વિધવા ભાભી પ્રેમિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

રીવાઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) રીવા જિલ્લામાં એક પતિએ (husband killed wife and daughter) ક્રૂરતાની હદ વટાવી હતી. પતિએ સંબંધોને તાર તાર કરી દીધા હતા. પતિએ પત્ની અને માસૂમ પુત્રીની નિર્મમ હત્યા કર્યા બાદ તેમની લાશોના ટૂકડા (Pieces of deadbodyff) કર્યા હતા. અને ટૂકડાઓને બોરામાં ભરીને 24 કલાક સુધી એક રૂમમાં રાખી મૂક્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસની (police) ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

વિધવા ભાભી સાથે કર્યા હતા બીજા લગ્ન
રુંવાડા ઉભા કરે દેનારી આ ઘટના રિવા મુખ્યાલથી 70 કિલોમિટર દૂર મરુગંજ પોલીસ સ્ટેશનમાં આવતા રામનગર ગામમાં ઘટી હતી. જ્યાં એક પતિએ પોતાની ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે આરોપી પતિની પહેલી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ તેણે વિધવા ભાભી પ્રેમિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. વિધવા ભાભીની એક વર્ષની માસુમ પુત્રી હતી. હત્યારો છિંદલાલ સાકેત હત્યા કર્યા બાદ ઘરમાં હાજર રહ્યો હતો જેથી કોઈને પણ પોતાની કરતૂત વિશે શંકા ન જાય.

રાતના અંધારામાં બોરો ફેંકવા જતા ઝડપાયો
આરોપી ગુરુવારે રાતના અંધારામાં લાશોના ટૂકડા ભરેલા બોરાના ફેંકવાની ફિરાકમાં હતો. આ દરમિયાન ગ્રામીણોએ તેને પકડી લીધો હતો. અને પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાના પુત્રએ જણાવ્યું કે રાત્રે પિતા દારુ અને ઈંડા લઈને આવ્યો હતો. ત્રણ લોકોએ ભેગા મળીને દારુ પીધો હતો અને ત્યારબાદ પિતાએ અમે બહાર કાઢી દીધા હતા.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ જેસોરના જંગલમાં પ્રેમી યુગલે કરી આત્મહત્યા, ત્રણ દિવસથી લટકતી હતી લાશો, યુવક-યુવતી કોણ છે?

ચારિત્ર ઉપર શંકાના પગલે ઘટી ક્રૂર ઘટના
રિવાના એસપી રાકેશ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે પ્રારંભિક તપાસમાં ચારિત્ર ઉપર શંકા હોવાના પગલે આ ક્રૂર હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની પહેલી પત્નીની આત્મહત્યા પણ ચારિત્ર ઉપર શંકાના કારણે થઈ હતી. આરોપીના મોટા ભાઈનું મોત નીપજ્યું હતું. અને ભાઈના મોત બાદ ભાભી સાથે લગ્ન કરી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ કર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વટવા પોલીસનો નવતર પ્રયોગ, આ વિસ્તારમાંથી ચોરી કરતા પહેલા સો વાર વિચારે છે મોબાઈલ ચોર

બિહારમાં પણ દારુડિયાએ ખેલ્યો હતો ખૂની ખેલ
ઉલ્લેખનીય છે કે બિહારમાં પણ દારૂડિયા પુત્રએ ખૂની ખેલ ખેલ્યો હતો. બિહારના ગોપાલગંજના (Gopalganj) વિજયીપુર વિસ્તારમાં દારુના નશામાં (drunk man) ધૂત એક યુવકે એક મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.



યુવકે પહેલા પોતાની માતા, ભાભી અને ભત્રીજી ઉપર ચપ્પા વડે હુમલો (attack with knife) કર્યો હતો. ત્યારેબાદ પડોશમાં રહેતી માતા-પુત્રી ઉપર પણ ચપ્પા વડે હુમલો કર્યો હતો. તેની સામે કોઈ આવ્યું નહીં તો તેણે પોતાના ગળા ઉપર ચપ્પુ ફેરવી દીધું હતું. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
First published:

Tags: Crime news, Madhya pradesh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો