ચેન્નાઈ: થયો ખુલાસો, જેલના કેદીઓને ટીવી-મોબાઈલ અને આરામદાયક બેડની સુવિધા

પ્રશાસને ગત અઠવાડીયે સાત મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા, જેની તપાસ ચાલી રહી છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 7:05 PM IST
ચેન્નાઈ: થયો ખુલાસો, જેલના કેદીઓને ટીવી-મોબાઈલ અને આરામદાયક બેડની સુવિધા
પ્રશાસને ગત અઠવાડીયે સાત મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા, જેની તપાસ ચાલી રહી છે.
News18 Gujarati
Updated: September 14, 2018, 7:05 PM IST
પૂર્ણિમા મુરલી

ચેન્નાઈની પૂજલ સેન્ટ્રલ જેલમાં કેદી મોબાઈલ, ટીવી સેટ અને બેડની સાથે શાનદાર જીવન વિતાવી રહ્યા છે. જેલ પ્રશાસનને જ્યારે એક કેદીનો મોબાઈલ હાથ લાગ્યો તો પૂરા મામલાનો ખુલાસો થયો. જેલ પ્રશાસનના એક સૂત્રએ જણાવ્યું કે, આ કેદી પૈસાના જોરે અન્ય કેદીઓને પણ સારી સુવિધા અપાવતો હતો.

સામે આવેલી તસવીર અનુસાર, કેદીને સારા કપડા, શાનદાર જમવાનું, આરામદાયક બેડ, ઈલેક્ટ્રીક કૂકર, યૂપીએસ બેટરી અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણ ઉપયોગ કરવા દેવામાં આવતા હોય તેવું દેખાય છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, મામલાને વધારે ઉજાગર ન કરતા કહ્યું કે, બાકી અન્ય સામાનનો તે લોકો ઉપયોગ કરી શકે છે કારણ કે તે 'એ' શ્રેણીના કેદી છે.

આ મામલા પર એડીજીપી આશુતોષ શુક્લાએ કહ્યું કે, કેદીઓને પહેલાથી જ ગાદલા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા હતા. પ્રત્યેક બ્લોકમાં એક ટીવી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી આ વસ્તુમાં કોઈ અલગ વાત નથી. માત્ર મોબાઈલને લઈ પરેશાની છે. જેલ પ્રશાસને ગત અઠવાડીયે સાત મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા, જેની તપાસ ચાલી રહી છે. મામલામાં જો કોઈ દોષી મળી આવશે તો, તેના વિરુદ્ધ કડક પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવશે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...