Home /News /national-international /છત્તીસગઢ: માછલીઓ ભરેલું વાહન પલટી જતાં લોકો હાથમાં આવે એટલી જીવતી માછલીઓ લઈને ભાગ્યાં
છત્તીસગઢ: માછલીઓ ભરેલું વાહન પલટી જતાં લોકો હાથમાં આવે એટલી જીવતી માછલીઓ લઈને ભાગ્યાં
તસવીરઃ ટ્વીટર
Fish on road at Raipur: પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી. લોકોનું કહેવું છે કે ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે પીકઅપ વાન પલટી ગયું હતું.
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુર (Chhattisgarh capital Raipur)માં અકસ્માત (Accident)નો એક બનાવ સામે આવ્યો છે. જેમાં માછલીઓને ભરીને જઈ રહેલું પીકઅપ (Pickup van) વાન પલટી ગયું હતું. જે બાદમાં પીકઅપ વાનમાં ભરેલી માછલી (Fish)ઓ રસ્તા પર વિખેરાય હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોને માછલીઓ લૂંટવા (Loot)નો મોકો જરૂર મળી ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. પીકઅપ વાન પટલી ગયા બાદ ડ્રાઇવર કેમ પણ કરીને બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેણે જોયું તો લોકો માછલીઓ લઈને ભાગી રહ્યા હતા.
રસ્તા પર થયેલા આ અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માત મુખ્ય રસ્તા પર જ બન્યો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન અમુક લોકો ડ્રાઇવરની મદદે આવ્યા હતા અને પીકઅપ વાનને ઊભું કર્યું હતું. જે બાદમાં હાથમાં આવી એટલી માછલીએ અંદર ભરવામાં આવી હતી અને વાહનને રવાના કરવામાં આવ્યું હતું. રોડ પર આશરે એક કલાક સુધી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી. લોકોનું કહેવું છે કે ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે પીકઅપ વાન પલટી ગયું હતું. જે બાદમાં વાહનમાં પાણીની ટેન્કમાં રાખવામાં આવેલી જીવતી માછલીએ રસ્તા પર પડી હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં માછલીઓને રસ્તા પર તરફડીયા મારતી જોઈ શકાય છે. આ મોકાનો ગેરલાભ ઊઠાવતા અમુક લોકોએ પોતાના હાથ સાફ કરી લીધા હતા અને માછલીઓ ચોરીને ભાગી ગયા હતા.
આ અકસ્માત રાયપુરના મંદિર હસૌદ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત બાદ લોકોની ભીડ એકથી થઈ ગઈ હતી. લોકોનું કહેવું છે કે ડ્રાઇવરે ટર્ન લીધો ત્યારે વાહનની અંદર રહેલી ટેન્કનું વજન એક બાજું આવી ગયું હોવાથી તે રોડ પર જ પલટી ગયું હતું. જોકે, આ દરમિયાન અમુક લોકો પોતાના બંને હાથમાં જેટલી માછલી આવે એટલી લઈને ભાગ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ લોકો અટકી ગયા હતા.
रायपुर के मंदिर हसौद इलाके में हाइवे पर मछलियों से भरी पिकअप गाड़ी पलट गई, हादसे में कोई हताहत तो नहीं हुआ,जैसे- तैसे ड्राइवर ने खुद को बाहर निकाला। लेकिन, तब तक रास्ते पर बिखरी मछलियों को लेकर कुछ लोग भाग गए @ndtv@ndtvindiapic.twitter.com/mT6tOTFC7K
ઉલ્લેખનીય છે કે અકસ્માતના બનાવોમાં લોકો અનેક વખત લૂંટફાટ કરતા હોય છે. તેલનું ટેન્કર, શાકભાજી ભરેલું વાહન પલટી ગયા બાદ લોકોએ લૂંટફાટ ચલાવી હોય તેવા અનેક બનાવો મીડિયામાં આવતા રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર