Fact check: શું કેન્દ્ર સરકાર આ નવરાત્રીમાં રોજના 2000 રૂપિયા કમાવાની તક આપી રહી છે?

Fact check: શું કેન્દ્ર સરકાર આ નવરાત્રીમાં રોજના 2000 રૂપિયા કમાવાની તક આપી રહી છે?
પ્રતિકાત્મક તસવીર

Fact check : શું કેન્દ્ર સરકાર આ નવરાત્રીમાં રોજના 2000 રૂપિયા કમાવાની તક આપી રહી છે?

  • Share this:
    દેશભરમાં હાલ કોરોના વાયરસની વચ્ચે અનેક લોકોની નોકરીઓ જતી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે નવરાત્રીમાં કેન્દ્ર સરકાર બેરોજગારોને નોકરીનો અવસર આપશે. Whatsapp પર આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કોરોના કાળમાં દેશભરમાં જે રીતે ફેલાઇ રહ્યો છે તે જ રીતે કેટલીક ફેક ખબરો તેજીથી વાયરલ થઇ રહી છે. ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોની વાયરસ ખબરનું ખંડન કરતા કહ્યું કે સરકારે આવો કોઇ નિર્ણય નથી લીધો.

    વાયરલ થઇ રહેલી અન્ય એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશભરમાં વધી રહેલી બેરોજગારીને જોતા સરકાર નવરાત્રીમાં લોકોને ઘરે બેઠા રોજગાર આપવાની તક આપી રહી છે. જે લોકો બેરોજગાર છે તેમને દરરોજ ઘરે બેઠા 1000 થી 2000 રૂપિયા કમાવાની તક મળે છે. બસ તે માટે તેમણે આ લિંક પર ક્લિક કરવું પડશે.





    ભારત સરકારની આ સંસ્થા પીઆઇબીના વાયરસ મેસેજની સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કર્યો અને આ અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે આ ખબર બિલકુલ ફેક એટલે કે ખોટી છે.

    #PIBFactCheck - પીઆઇબી ફેક્ટ ચેકની ટીમે દાવો કર્યો છે કે આ ખબર ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સ્વરોજગાર જેવી કોઇ સ્કીમ નથી ચલાવવામાં આવી રહી. કોરોના કાળમાં દેશભરમાં જ્યાં હાલત ખરાબ છે ત્યાં જ ફેક બજારોનું બજાર પણ ગરમ છે. અને અહીં રોજ રોજ કોઇ ખોટા સમાચાર જલ્દીથી વાયરલ થઇ રહી છે.

    ભારત સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોની વાયરલ ખબરનું ખંડન કર્યું છે. અને સરકારે આવો કોઇ નિર્ણય નથી લીધો. સરકારની તરફથી પણ કોરોના કાળમાં આવી ખોટી ખબર ફેલાવતા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    તમને આવા અનેક મેસેજ આવતા હશે જે પીઆઇબીની પાસે ફેક્ટ ચેક કરવા માટે આ વેબસાઇટ પર https://factcheck.pib.gov.in/ તમે મેસેજ મોકલી શકો છો.

    આ સિવાય તમે Whatsapp Number +918799711259 કે પછી pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો. આ જાણકારી પીઆઇબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.
    Published by:Chaitali Shukla
    First published:October 13, 2020, 10:46 am

    ટૉપ ન્યૂઝ