Fact Check: Broiler Chicken ખાવાથી થાય છે Corona વાયરસ? જાણો - સચ્ચાઈ

News18 Gujarati
Updated: August 14, 2020, 5:22 PM IST
Fact Check: Broiler Chicken ખાવાથી થાય છે Corona વાયરસ? જાણો - સચ્ચાઈ
પ્રતિકાત્મક તસવીર

ચિકનથી કોરોના વાયરસ ફેલાવવાની અફવાના કારણે ચિકન વેચવાનું મુશ્કેલ બની ગયું છે. પોલ્ટ્રી ઉદ્યોગ અને તેના સંબંધીત કામ ધંધા બરબાદીના પંથે આવી ગયા છે.

  • Share this:
નવી દિલ્હી : દુનિયામાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીના આ સમયમાં સોશિયલ મીડિયા પર વારંવાર આવતા ફેક ન્યૂઝ અથવા ખોટી જાણકારી વાયરલ થઈ રહી છે. આ ખોટી જાણકારીઓ અને ફેક ન્યૂઝમાંથી બહાર નીકળવું પણ કોઈ પડકારથી ઓછુ નથી. ટ્વિટર, વોટ્સઅપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝને ખુબ શેર કરવામાં આવે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રોયલર ચિકનમાં કોરોના વાયરસ સંક્રમણ મળી આવ્યું છે.

આ મેસેજના કારણે એક લાખ કરોડનો પોલ્ટ્રી ઉદ્યોગ બરબાદ થયો - કોરોના વાયરસના ડરથી લોકોએ ચિકન ખાવાનું બંધ કરી દીધુ છે. જેના કારણે પોલ્ટ્રી ઉદ્યોગ હાલમાં ખુબ જ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યો છે. ચિકનથી કોરોના વાયરસ ફેલાવવાની અફવાના કારણે ચિકન વેચવાનું મુશ્કેલ બની ગયું છે. પોલ્ટ્રી ઉદ્યોગ અને તેના સંબંધીત કામ ધંધા બરબાદીના પંથે આવી ગયા છે. પોલ્ટ્રી ઉદ્યોગની તાબાહીના કારણે પોલ્ટ્રી ઉપકરણ અને ફીડ વેચતા ઉદ્યોગ પણ પ્રબાવિત થયા છે.

પોલ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગ પણ બરબાદીના પંથે - પોલ્ટ્રી ઉદ્યોગને ફિડિંગ સિસ્ટમ, મેન્યુઅલ ફીડર, વોટર સિસ્ટમ, ડ્રિંકર હીટિંગ સિસ્ટમ, વેન્ટીલેટર વગેરે ઉપકરણની માંગ આવી રહી છે અને ના નવા પ્રોજેક્ટ સામે આવી રહ્યા, પરંતુ જુના પ્રોજેક્ટોએ પણ કામ કરવાનું બંધ કરી દીધુ છે.

આ પણ વાંચોસારા સમાચાર! Corona માટેના જે ઈન્જેક્શનની અછત હતી તે નહીં રહે, દર મહિને 9 લાખ ઈન્જેક્શન ગુજરાતમાં બનશે

શું છે મામલો - વાયરલ થઈ રહેલા દાવાની એક કોપી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈન્ડીયાના ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, બ્રોયલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. હું તમને બધાને અનુરોધ કરૂ છુ કે, તમે બ્રોયલર ચિકન ના ખાઓ અને કૃપા કરી તેને દરેક જગ્યાએ શેર કરો.



પીબીઆઈ ફેક્ટ ચેકે આ સમાચારને ફગાવી દીધા છે, તેમણે કહ્યું છે કે આ મેસેજ ફેક છે. પીબીઆઈ ફેક્ટ ચેક અનુસાર, બ્રોયલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો હોય તેવું કોઈ પ્રમાણ મળ્યું નથી, જેથી આ સમાચાર ફેક છે.

તમને જણાવી દઈએ કે, H5N1 અને કોરોના વાયરસ બે અલગ-અલગ ઈન્ફેક્શન છે. H5N1 એક માણસમાંથી બીજા માણસમાં નથી ફેલાતો, પરંતુ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધારે ફેલાય છે. માણસમાં ઈન્ફ્લ્યૂએન્જા-એ વાયરસ સબટાઈપ H5N1 ની સારવાર એન્ટી વાયરલ દવાઓથી સંભવ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, આ સંક્રમણ હજુ સુધી કોઈ જાનવરથી ફેલાવાનું પ્રમાણ નથી મળ્યું. માંસ, માછલી, ઈંડા અને દૂધનું સેવન સુરક્ષિત રીતે કરવામાં આવી શકે છે. જેથી વાયરલ મેસેજમાં બ્રોયલર ચિકનમાં કોવિડ-19 વાયરસ હોવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ફેક છે.
Published by: kiran mehta
First published: August 14, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading