નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં લગ્નનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો ઘણા હસી રહ્યા છે. લોકો જ નહીં સ્ટેજ પર રહેલી દુલ્હન પણ હસી-હસીને લોટપોટ થઈ જાય છે અને નીચે પડી જાય છે.
આ વીડિયોને ફેસબુક અને ટ્વિટર પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુલ્હન અને વરરાજા લગ્નના સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે. સ્ટેજ પર એક ફોટોગ્રાફર આવી જાય છે અને તેમને પોઝ આપવા માટે કહે છે. થોડા સમય પછી ફોટોગ્રાફર વરરાજાને સાઇડમાં કરીને ફક્ત દુલ્હનની તસવીરો ક્લિક કરવા લાગે છે. પતિની સામે આટલી નજીકથી પત્નીની કોઈ તસવીર ખેંચે તો શું થાય તે બધા જાણે છે. વરરાજા ક્રોધિત થઈને ફોટોગ્રાફરને થપ્પડ મારે છે.