રોડ પર શાકભાજી વેચતા IAS અધિકારીનો ફોટો થયો વાયરલ, જાણો તસવીરની પાછળની સમગ્ર કહાની

વાયરલ તસવીર

Viral news: આ તસ્વીર અધિકારી મિશ્રાના ફેસબુક પેજ પર પોસ્ટ થયા બાદ ધડાધડ વાયરલ થવા લાગી હતી.

  • Share this:
ઉત્તરપ્રદેશના એક IAS અધિકારીની કથિત રીતે રસ્તાની બાજુના સ્ટોલ પર શાકભાજી વેચતા હોય તેવી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ (Viral on Social media) થઈ છે. તમને જણાવી દઈએ કે, આ ફોટો IAS અધિકારી અખિલેશ મિશ્રાનો (Akhilesh mishra) છે, જે હાલ યુપી પરિવહન વિભાગમાં વિશેષ સચિવ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તસ્વીર મિશ્રાના ફેસબુક પેજ પર પોસ્ટ થયા બાદ ધડાધડ વાયરલ થવા લાગી હતી. જોકે, તસ્વીર વાયરલ થતાં મિશ્રાએ આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા પણ કરી હતી.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, IAS મિશ્રા શાકભાજીના સ્ટોલ પર બેઠેલા જોઈ શકાય છે. તસ્વીર જોતાં લાગે છે કે, આ સ્ટોલ એક વ્યસ્ત બજારમાં છે, કારણ કે તેમની આસપાસ ઘણા ગ્રાહાકો અને અન્ય શાકભાજી વેચનાર પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો -  હિંમતનગરના આ યુવાને સાઇકલ પર માત્ર 16 દિવસમાં 1842 કિમીની રાઇડ કરી, બન્યો ગુજરાતનો ફાસ્ટેસ્ટ રાઇડર

આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ક્યાસ લગાવવા લાગ્યા હતા. એક યુઝરે દાવો કર્યો હતો કે, સરકારે મિશ્રાને એક સાઈડ પોસ્ટિંગ આપ્યું છે, જેના કારણે તેઓ શાકભાજી વેચી રહ્યા છે, જ્યારે અન્ય યુઝર્સે ક્યાસ લગાવ્યો કે, તેઓ રાજ્ય સરકારને શરમાવવા માટે આ હરકત કરી રહ્યા છે.

આ પણ વાંચો - ગુજરાતમાં જન્માષ્ટમીથી ચોમાસું ફરી થશે સક્રિય, આ વિસ્તારોમાં થશે મેઘરાજાની મહેર

ત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર વિશે સ્પષ્ટતા આપતા મિશ્રાએ જણાવ્યું કે, "હું અધિકારીક કામ માટે પ્રયાગરાજની મુલાકાતે હતો અને પાછા ફરતી વખતે હું શાકભાજી ખરીદવા માટે રોકાઈ ગયો. આ દરમિયાન શાકભાજી વેચનાર વૃદ્ધ મહિલાનું બાળક દૂર જતું રહ્યું હોવાથી તેમણે મને શાકભાજીની દુકાનની સંભાળ રાખવા માટે વિનંતી કરી હતી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "જયારે હું તેમની દુકાન પર બેઠો, ત્યારે એક ગ્રાહક અને એક સેલર આવ્યા. તે જ સમયે મારા એક મિત્રએ ફોટો ક્લિક કર્યો અને તે ફોટાને મારા ફોન પરથી મારા ફેસબુક એકાઉન્ટ પર મૂક્યો."
Published by:Kaushal Pancholi
First published: