Home /News /national-international /બાળકો પોર્ન ન જોઈ શકે તે માટે આજે જ ફોનમાં બદલી દો આ સેટિંગ્સ

બાળકો પોર્ન ન જોઈ શકે તે માટે આજે જ ફોનમાં બદલી દો આ સેટિંગ્સ

આ રીતે ફોનમાં બદલો સેટિંગ્સ

એક તરફ જ્યાં આપણે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ત્યાં બીજી તરફ તેના કારણે જોખમનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આજે બાળકોના હાથમાં મોબાઈલ આવતાની સાથે ઈન્ટરનેટ પર પોર્ન જોવા લાગે છે. જેના કારણે તેમના ખોટા રસ્તે જવાનો ખતરો પણ ઘણો વધી ગયો છે. મંગળવારે હૈદરાબાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં પોર્ન જોવાના આદિ પાંચ કિશોરોએ પોતાની સાથે ભણતી 17 વર્ષની વિદ્યાર્થીની પર અનેક વખત બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  એક તરફ જ્યાં આપણે ઈન્ટરનેટની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ત્યાં બીજી તરફ તેના કારણે જોખમનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. આજે બાળકોના હાથમાં મોબાઈલ આવતાની સાથે ઈન્ટરનેટ પર પોર્ન જોવા લાગે છે. જેના કારણે તેમના ખોટા રસ્તે જવાનો ખતરો પણ ઘણો વધી ગયો છે. મંગળવારે હૈદરાબાદમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં પોર્ન જોવાના આદિ પાંચ કિશોરોએ પોતાની સાથે ભણતી 17 વર્ષની વિદ્યાર્થીની પર અનેક વખત બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે માહિતી આપતાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ તમામ આરોપી કિશોરો ઘણીવાર શાળા પછી આસપાસના વિસ્તારમાં ફરતા હતા અને તેમના મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોતા હતા. આરોપીઓમાંથી ચાર પર બળાત્કારનો આરોપ છે, જ્યારે પાંચમા છોકરા પર બળાત્કારની ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને તેને વોટ્સએપ પર શેર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

  આજના સમયની જરૂરિયાત મુજબ માતા-પિતા બાળકોના હાથમાં ફોન આપે છે, પરંતુ તેમને ડર રહે છે કે તેમના માટે યોગ્ય ન હોય તેવું કોઈ કન્ટેન્ટ તો નથી જોતાને. ઘણા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી છે કે બાળકોમાં પોર્ન એડિક્શન ખૂબ જ ઝડપથી વધે છે, જેના કારણે તેમના મગજ પર ખરાબ અસર પડે છે.

  એટલા માટે આજે અમે તમને ફોનની કેટલીક એવા સેટિંગ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓન કરીને પેરેન્ટ્સ એડલ્ટ કન્ટેન્ટના ઍક્સેસને પ્રતિબંધિત કરી શકે છે.

  એન્ડ્રોઈડ પર કેવી રીતે બ્લોક કરવું એડલ્ટ કન્ટેન્ટ?


  પહેલી રીત - ગૂગલ પ્લે રિસ્ટ્રિક્શન્સ


  ફોનને બાળકો માટે સુરક્ષિત બનાવવા અને તમારા બાળકોને એડલ્ટ કન્ટેન્ટથી બચાવવા માટે, સૌથી પહેલા તમારે એન્ડ્રોઇડના ગૂગલ પ્લે રિસ્ટ્રિક્શન્સને ઓન કરવું પડશે. તેનાથી બાળકો આવી એપ્સ, ગેમ્સ અને અન્ય વેબ સંસાધનો ડાઉનલોડ કરી શકશે નહીં.

  1) આ માટે, સૌથી પહેલા બાળકના ડિવાઈસ પર Google Play Store પર જાઓ.

  2) આ પછી લેફ્ટ કોર્નરમાં આવેલા સેટિંગ્સ પર જાઓ.

  3) આ પછી તમને 'પેરેંટલ કંટ્રોલ્સ'નો ઓપ્શન મળશે.

  4) તેના પર ટેપ કરવાથી તમને PIN સેટ કરવાનું કહેવામાં આવશે. માતાપિતા પિન સેટ કરીને પેરેંટલ કંટ્રોલ સેટિંગ બદલી શકે છે.

  5) એકવાર PIN સેટ થઈ જાય, પછી તમે દરેક કેટેગરી માટે સ્ટોર આધારિત વય રેટિંગના આધારે પ્રતિબંધો સેટ કરી શકો છો. તમારે ફક્ત એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ પિન તમારા બાળકને ખબર ન પડે.

  બીજી રીત - ક્રોમ પર સેફ સર્ચ ઓન કરો


  અયોગ્ય કન્ટેન્ટને બ્લોક કરવાની રીત એ પણ છે કે એન્ડ્રોઇડ પર ગૂગલ સેફ સર્ચ ફીચર ઓન કરવું. તે સુનિશ્ચિત કરવું સારું છે કે જ્યારે બાળકો Google Chrome એપ્લિકેશનનો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝ કરે છે, ત્યારે તેઓ આકસ્મિક રીતે તેઓ એવું કન્ટેન્ટ નથી જોઈ શકતા જેના માટે તેઓ તૈયાર નથી.

  1) તેને ઓન કરવા માટે, પહેલા Chrome પર જાઓ.

  2) હવે રાઈટ સાઈડમાં ઉપરની તરફ આપેલા ત્રણ ડોટ પર ટેપ કરો.

  3) નવી વિન્ડોમાંથી સેટિંગ્સ સિલેક્ટ કરો.

  4) એડવાન્સ સેક્શનમાં જઈને પ્રાઈવસી પર જાઓ.

  5) અહીંથી સેફ બ્રાઉઝિંગ ઓન કરી દો.

  ત્રીજી રીતઃ- પ્લે સ્ટોર પર ઘણી પેરેંટલ એપ્સ પણ છે , જેનો ઉપયોગ કરીને તમે ફોનને બાળકો માટે સુરક્ષિત બનાવી શકો છો.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Child abuse, Phone, Pornography

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन