Home /News /national-international /

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ઉંઘ માટે ન આવ્યા Aseanની મિટિંગમાં, કહ્યું 'એમાં શું વાંધો'

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ઉંઘ માટે ન આવ્યા Aseanની મિટિંગમાં, કહ્યું 'એમાં શું વાંધો'

    સિંગાપુરમાં યોજાયેલી આસિયાન-ભારત અને ઇસ્ટ એશિયા સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દુનિયાના તમામ નેતાઓ હાજર રહ્યાં હતા. પરંતુ આ સમિટમાં ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ચર્ચાનો વિષય બન્યા છે. વાત એમ હતી કે રોડ્રિગોએ સમિટનું સેશન માત્ર એટલા માટે છોડી દિધી, જેથી તેઓ પોતાની ઉંઘ પૂરી કરી શકે. આસિયાનની અનેક તસવીરોમાં ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેને ટૂંકી ઉંઘ કરતાં નજર આવ્યા હતા.

    ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવદેન જાહેર કર્યું છે, જેમાં જાણકારી આપવામાં આવી કે દુતેર્તે સમિટમાં સામેલ થઇ શક્યા નથી, દુતેર્તેના પ્રવક્તા સલ્વાડોર પનેલોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બુધવારે એનુઅલ ઓશોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ નેશન્સના પૂર્વ આયોજીત ચાર કાર્યક્રમમાં સામેલ થઇ શક્યા ન હતા.

    પ્રવક્તા પ્રમાણે રાષ્ટ્રપતિ દુતેર્તે રાતે મોડા સુધી કામ કરે છે, જેના કારણે સૂવા માટે તેઓને ખૂબ ઓછો સમય મળે છે. કોઇ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ સામેલ ન થાવમાં તેમના સ્વાસ્થ્ય સાથે કોઇ લેવા દેવા નથી.

    સોશિયલ મીડિયા પર ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની ઝપકી લેતી તસવીરો વાયરલ થઇ છે, જે બાદ દુતેર્તેએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઉંઘ લેવામાં ખોટું શું છે, દુતેર્તેને આ પહેલા પૂછવામાં આવ્યું કે તેઓ સ્વસ્થ અનુભવી રહ્યાં છે તો જવાબમાં તેઓએ કહ્યું કે ઉંઘ તો પૂરી નથી થઇ પરંતુ છેલ્લા કેટલાક દિવસની થકાન ઉતારવા માટે પૂરતી હતી.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દુતેર્તે ફિલિપાઇન્સમાં યોજાયેલી સમિટના કાર્યક્રમોમાં ગેરહાજર રહી ચૂક્યા છે, ઉંમ્રના કારણે તેમના સ્વાસ્થ્ય અંતે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવે છે. થોડા સમય પહેલા તેમને કેન્સર હોવાની વાત પણ વહેતી થઇ હતી.

    આસિયાન સમિટમાં મિટિંગ દરમિયાન ઉંઘ માણનારા દુતેર્તે એક માત્ર રાષ્ટ્રઅધ્યક્ષ નથી, બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે તેમની જેમ જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન પણ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સની 15 મિનિટ સુધી રાહ જોતા જોતા સૂઇ ગયા હતા. બાદમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પેન્સે જ તેઓને જગાડ્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Singapore

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन