રાજસ્થાનના (rajasthan)ફલોદી શહેરમાં સવારથી જ તાપમાનમાં વધારો થવા લાગે છે. બપોર બાદ આ શહેરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જાય છે. ગરમીના દિવસોમાં રાજસ્થાનના અનેક શહેરોમાં ખૂબ જ ગરમી પડે છે. કહેવામાં આવે છે કે મે અને જૂન મહિનાના સમયગાળા દરમિયાન આ વિસ્તાર ગરમ વિસ્તારમાં પરિવર્તિત થઈ જાય છે. ઉનાળામાં ફલોદી (Phalodi) શહેરમાં તાપમાન 51 ડિગ્રી ઉપર પહોંચી જાય છે.
જોધપુર જિલ્લામાં આવેલ ફલોદી શહેર વર્ષ 2016માં ચર્ચામાં આવ્યું હતું. તે સમયે ફલોદીમાં તાપમાન 51 ડિગ્રી (Phalodi 51 degree Celsius)ઉપર પહોંચી ગયું હતું. આ શહેર રેગિસ્તાનની નજીક આવેલ હોવાના કારણે આ શહેરમાં ખૂબ જ ગરમી પડે છે. આ મરુસ્થલનો 80 ટકાથી વધુ ભાગ ભારતમાં અને અન્ય ભાગ પાકિસ્તાનમાં છે. ગરમીના સમયમાં આ શહેર ખૂબ જ ગરમ રહે છે અને શિયાળામાં ખૂબ જ ઠંડુ રહે છે. ફલોદી શહેરની આસપાસ બિકાનેર, જેસલમેર અને નાગૌર જેવા અનેક મોટા શહેરો આવેલા છે.
ફલોદી પ્રાચીન શહેર છે
માનવામાં આવે છે કે, આ શહેર ખૂબ જ પ્રાચીન છે. વર્ષ 1230માં આ શહેરનું કલ્યાણ રાવજી મંદિર ખૂબ જ પ્રખ્યાત હતું. 14મી સદીના અંતથી આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે રાજા હમીર સિંહે ઈમારત, દુકાનો અને કૂવાઓ નિર્માણ જેવા અનેક વિકાસ કાર્યો કરાવ્યા હતા. આ શહેરમાં વર્ષ 1847માં નિર્માણ પામેલ જૈન તીર્થ પારસનાથ મંદિર છે. તે સમયે આ મંદિરનું નિર્માણ કરવા માટે બેલ્જિયમ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઔદ્યોગિક શહેર
વર્ષ 2011ના સેંસસ અનુસાર આ શહેરમાં 49,766 લોકો વસવાટ કરે છે, જે ફલોદીની ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. પહેલાના સમયમાં આ શહેર પોતાની સમૃદ્ધિ માટે જાણીતું હતું. આજે પણ આ શહેર પોતાની ઔદ્યોગિક સમૃદ્ધિ માટે પ્રખ્યાત છે.
સમગ્ર દેશમાં ફલોદી સૌથી વધુ મીઠાનો પુરવઠો પૂરો પાડતું શહેર છે. આ શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું અઢળક પાયે કામ કરવામાં આવે છે. દર વર્ષે ગરમીના સમયમાં ખિંચાન ગામમાં પ્રવાસી સારસ પક્ષી આવે છે.
મોટા પ્રમાણમાં પ્રવાસી પક્ષી આવે છે
વર્ષ 1970થી ફલોદી શહેરમાં સારસ આવવાના શરૂ થયા હતા. માનવામાં આવે છે કે, સ્થાનિક પરિવાર સારસ પક્ષીના ઝુંડને જમવાનું આપતો હતો. ત્યારબાદથી દર વર્ષે અહીંયા સારસ આવે છે. સ્થાનિક લોકો બર્ડ ફીડિંગ સાથે જોડાવા લાગ્યા હતા અને દર વર્ષે પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં થવા લાગ્યો.
દર વર્ષે હજારો સારસ આવે છે
દર વર્ષે ઓગસ્ટથી લઈને માર્ચ સુધી લગભગ 20 હજાર સારસ પક્ષી આવે છે. માનવામાં આવે છે કે, Demoiselle crane નામથી ઓળખાતા આ પક્ષી સાઈબેરિયા, ચીન અને મંગોલિયાથી આવે છે. સ્થાનિક બોલીમાં આ પક્ષીઓને કુરજા કહેવામાં આવે છે. સ્થાનિક લોકોએ આ પક્ષીઓને ભોજન આપવ માટે એક ચુગ્ગા ઘર બનાવ્યું છે. આ ચુગ્ગા ઘરમાં દરરોજ દોઢ કલાકથી વધુ સમય સુધી સારસ જમે છે. આ સારસ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. વિદેશી સહેલાણીઓ પણ આ પક્ષીઓને જોવાનો લ્હાવો ચૂકતા નથી.
ચૂરું પણ ગરમ થઈ જાય છે
રાજસ્થાનનું ચૂરું શહેર પણ ગરમીમાં તપી જાય છે. વર્ષ 2019માં ચૂરુંને દુનિયાના સૌથી ટોપ 15 ગરમ વિસ્તારોમાં સ્થાન મળ્યું હતું. તે સમયે આ શહેરમાં 50.3 ડિગ્રી સેલ્સિયસ તાપમના હતું. સવારે 9 વાગ્યે આ શહેરનું તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી જાય છે. પાડોશી દેશ પાકિસ્તાનનું પણ આ લિસ્ટમાં નામ સામેલ છે. પાકિસ્તાનનું જકોબાબાદ શહેર દુનિયાના ગરમ વિસ્તારોમાં સૌથી પહેલું સ્થાન ધરાવે છે.
રેગિસ્તાનમાં સૌથી વધુ તાપમાન રહે છે
સૌથી ગરમ વિસ્તારોની વાત કરવામાં આવે તો મરુસ્થલોના તાપમાન સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય. વર્ષ 1913માં કેલિફોર્નિયાની ડેથ વેલીનું તાપમાન 56.7 સુધી પહોંચી ગયું હતું. આટલી ગરમીમાં માણસો અથવા જીવ જંતુ રહી ના શકે. ત્યારબાદ સૌથી વધુ ગરમી ધરાવતા લિસ્ટમાં લીબિયાના અજિજિયાહનો નંબર આવે છે. અજિજિયાહમાં વર્ષ 1992માં તાપમાન 58 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. સામાન્ય દિવસો દરમિયાન આ તમામ વિસ્તારોનું તાપમાન ડેથ વેલી કરતા ઓછું રહે છે.
ગરમીમાં ફલોદીમાં જીવન કેવી રીતે પસાર થાય છે
રિપોર્ટ્સ અનુસાર ફલોદીમાં તાપમાન વધે તો લોકો રસ્તા પર નીકળવાનું પસંદ કરતા નથી. આ ગરમીની શહેરની ગતિ પર કોઈ જ અસર થતી નથી. આવી ગરમીમાં પણ દુકાનો ખુલ્લી રહે છે અને લોકો બહાર નીકળે છે. આ શહેર રેગિસ્તાનની નજીક હોવાના કારણે લોકોને ગરમીની પહેલેથી જ આદત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર