પંજાબ CM અમરિન્દરસિંહે કહ્યુ, ઓગષ્ટમાં ચરમસીમા પર હશે CORONA, 58% ભારતીય થઈ શકે છે પ્રભાવિત

પંજાબ CM અમરિન્દરસિંહે કહ્યુ, ઓગષ્ટમાં ચરમસીમા પર હશે CORONA, 58% ભારતીય થઈ શકે છે પ્રભાવિત
પંજાબ સીએમ અમરિન્દર સિંહ

જુલાઈ-ઓગષ્ટ સુધી મહામારી ભારતમાં ચરમસીમા પર હશે. અનુમાન છે કે, દેશમાં લગભગ 58% ભારતીય આનાથી સંક્રમિત થઈ શકે છે.

 • Share this:
  ચંદીગઢ: કોરોના વાયરસના કારણે પંજાબની પરિસ્થિતિ પણ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. આ મામલે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે શુક્રવારે કહ્યું કે, વૈજ્ઞાનિકો અને ચિકિત્સા વિભાગના વિશેષજ્ઞોએ અનુમાન લગાવ્યું છે કે, જુલાઈ-ઓગષ્ટ સુધી મહામારી ભારતમાં ચરમસીમા પર હશે. અનુમાન છે કે, દેશમાં લગભગ 58% ભારતીય આનાથી સંક્રમિત થઈ શકે છે. પંજાબમાં લગભગ 87% લોકો પ્રભાવિત થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, પંજાબમાં કર્ફ્યૂનો સમયગાળો વધારી 30 એપ્રિલ જાહેર કરવામાં આવ્યો છે.

  અમરિન્દર સિંહે રાજ્યમાં લોકડાઉનનો સમયગાળો વધારવાની જાહેરાત સાથે કહ્યું કે, લોકડાઉન હટાવવવાનો આ ઉચિત સમય નથી. તેમણે એ પણ કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધ કેન્દ્ર તરફથી રાજ્યો માટે 15 હજાર કરોડનું પેકેજ ઓછુ છે અને એવામાં મોદી સરકારે રાજ્ય સરકારોને પર્યાપ્ત નાણાકીય મદદ આપવી જોઈએ.  અમરિન્દર સિંહે વીડિયો કોન્ફસિંગના માધ્યમથી પત્રકારોને કહ્યું કે, અમે પહેલા લોકડાઉન કર્યું અને બાદમાં કરફ્યૂ લગાવ્યો. ત્યારબાદ લોકોને ઘર સુધી જરૂરિયાતની વસ્તુ પહોંચાડવાની વ્યવસ્થા કરી. તંત્રએ દરેક મોહલ્લામાં પહોંચી જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છીએ.  મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસના મામલા શરૂ થયા બાદ લગભગ દોઢ લાખ વિદેશથી પંજાબ આવ્યા. અમે તપાસ કરી અને લોકોને કોરન્ટાઈન કર્યા. હવે મોટાભાગના લોકો કોરન્ટાઈન વાસથી બહાર આવી ચુક્યા છે.
  Published by:News18 Gujarati
  First published:April 10, 2020, 17:24 pm

  ટૉપ ન્યૂઝ