આ દિગ્ગજ ફાર્મા કંપની લાવશે કોરોનાની સારવાર માટે ઈન્જેકશન અને ટેબ્લેટ

આ દિગ્ગજ ફાર્મા કંપની લાવશે કોરોનાની સારવાર માટે ઈન્જેકશન અને ટેબ્લેટ
આ દિગ્ગજ ફાર્મા કંપની લાવશે કોરોનાની સારવાર માટે ઈન્જેકશન અને ટેબ્લેટ (AP Photo/Bebeto Matthews, File)

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ(Coronavirus)ના નવા મ્યુટેશન વચ્ચે વેક્સીન(Vaccine) ડેવલપ કરતી કંપની ફાઈઝર (Pfiizer) કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે

  • Share this:
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ(Coronavirus)ના નવા મ્યુટેશન વચ્ચે વેક્સીન(Vaccine) ડેવલપ કરતી કંપની ફાઈઝર (Pfiizer) કંપની તરફથી સારા સમાચાર આવ્યા છે. કંપની હવે કોવિડ-19ની સારવાર માટે ઓરલ એન્ટીવાયરલ દવા( Oral Antiviral Pill) બનાવાશે. જે એક ઓરલ અને બીજી ઈન્જેક્ટેબલ હશે. આ દવા લગભગ વર્ષાંત સુધી તૈયાર થવાની કંપનીની ગણતરી છે.

ફાઈઝરના સીઈઓ અલ્બર્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એન્ટીવાયરલ પર કામ કરતા બની રહેલી ઈન્જેક્ટેબલ અને બીજી ઓરલ દવાના ઘણાં ફાયદા છે. ઓરલ દવાથી હવે તમારે હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે, માત્ર એક ગોળી ગળવાથી જ કોરોના સામે રક્ષણ મળશે. આ સિવાય બીજી ઈન્જેક્શન વાળી દવાને કારણે ઘરે જ ઈન્જેક્શન લગાવી શકશો અને કોરોના સામે લડી શકશો. આ દવાના ડેવલપની પ્રક્રીયા શરૂ છે. જો બધુ સારૂ રહ્યું અને આ ગતિએ કામ ચાલ્યું તથા નિયામકની સમયસર મંજૂરી મળી જશે તો વર્ષના અંત સુધીમાં આ દવા બજારમાં આવી જશે.અમેરિકામાં કંપની જર્મન ડ્રગમેકર બાયોએનટેક (BioNTech) સાથે મળીને ફાઈઝર આ ઓરલ ડ્રગ બનાવી રહી છે. ગત મહિને કંપનીએ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)પાસે તેની કોરોના રસીને 12થી 15 વર્ષના બાળકો માટે ઈમરજન્સી મંજૂરી માંગી છે. આ સિવાય 6 માસથી 11 વર્ષના બાળકો માટે પણ આ દિગ્ગજ ફાર્મા કંપની રસી બનાવી રહી છે.

આ પણ વાંચો - ઓક્સિજનની અછત સર્જાતા કોરોના દર્દી પીપળાના ઝાડને સહારે, અંધવિશ્વાસ કે વિજ્ઞાન?

તમામ વેરિયન્ટ સામે લડશે દવા

બોરલાએ એમ પણ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં કોરોના સામે દવા તરીકે જે વિકલ્પો છે, તેની સરખામણીએ વાયરસના મલ્ટીપલ વેરિએન્ટ સામે આ વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દવા ઘણાં બધા વેરિએન્ટ સામે લડવા સક્ષમ હશે. સારા સમાચાર એ છે કે અમે સ્ટડીમાં પ્રોગ્રેસ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, ગિલાડ સાયન્સ દ્વારા ઉત્પાદિત કોરોના વાયરસની સારવારમાં ઉપયોગ માટે ફક્ત એક એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવીરને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ઓક્ટોબરમાં આ ડ્રગને સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે તેને ગયા વર્ષે મે મહિનામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
Published by:News18 Gujarati
First published:May 04, 2021, 15:45 pm