માસ્ક ફ્રી થયેલા ઇઝરાયેલમાં ફાઇઝરે વધારી ચિંતા, કોરોના વેક્સિનની અસર 95%થી ગગડીને 64% થઇ!

પ્રતીકાત્મક તસવીર

સારા સમાચાર એ છે કે હોસ્પિટલમાં દાખલ થવા સહિત કોરોના વાયરસથી ગંભીર બીમારીને રોકવા માટે વેક્સિન 93 ટકા સાબિત થઇ છે.

  • Share this:
નવી દિલ્હી: ઇઝરાયેલએ સોમવારે કહ્યું કે ફાઇઝર બાયોએનટેક કોવિડ વિરોધી વેક્સિન હજુ પણ ગંભીર બીમારીને રોકવામાં અસરકારક છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સંક્રમણ અને સિમ્પોમેટિક બીમારીને રોકવા માટે રસીની અસર 6 જૂને ગગડીને 64 ટકા થઇ ગઇ છે. જોકે, સારા સમાચાર એ છે કે હોસ્પિટલમાં દાખલ થવા સહિત કોરોના વાયરસથી ગંભીર બીમારીને રોકવા માટે વેક્સિન 93 ટકા સાબિત થઇ છે.

ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર ફાઇઝરના એક પ્રવક્તાએ જણાવ્યું કે ઇઝરાયેલના આંકડાઓ પર કોઇ નિવેદન આપવા માંગતા નથી. પ્રવક્તાએ દાવો કર્યો કે, અન્ય રિસર્ચમાં તે સંકેત આપવામાં આવ્યા છે કે આ વેક્સિન ડેલ્ટા સહિત તમામ વેરિએન્ટ્સનો સામનો કરવામાં સક્ષમ છે.

સંક્રમણમાં ઘટાડા બાદ પ્રોટોકોલમાંથી મળી છૂટ

જોકે, મંત્રાલયે આ જાણકારી નથી આપી કે ડોઝની અસરમાં ઘટાડા પહેલા કોવિડ સંક્રમણ સામે તે કેટલી અસરકારક હતી. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર મે મહીનામાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ફાઇઝર વેક્સિનના બે ડોઝને સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ થવાથી અને ગંભીર બીમારી સામે 95 ટકાથી વધુ અસરકારક કહેવામાં આવ્યું હતું. ઇઝરાયલની લગભગ 60 ટકા વસ્તીને ફાઇઝર વેક્સિનના ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે. અહીં જાન્યુઆરીમાં કોરોનાવાયરસના કેસોમાં 1 લાખથી વધુનો ઘટાડો આવ્યો હતો.

આ પણ વાંચો: હવે મૃત્યુ પહેલા જ જાણી લો મોતની તારીખ! મોતની ભવિષ્યવાણી કરતું કેલ્ક્યુલેટર બનાવ્યાનો દાવો

સંક્રમણ ઘટતા ઇઝરાયલે લોકોને માસ્ક સહિત કોવિડના અન્ય પ્રોટોકોલના પાલનમાંથી મુક્તિ આપી દીધી હતી. જોકે, ડેલ્ટા વેરિએન્ટ ફેલાયા બાદ ફરી અમુક નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં દેશમાં કોવિડના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યા પણ વધી રહી છે. રવિવાર એટલે કે 4 જૂને દેશમાં 343 કેસ સામે આવ્યા અને 35 લોકોનાં મોત થયા હતા.

બીજી તરફ કોરોનાનો સામનો કરવા માટે વિશ્વભરમાં રસીકરણ ચાલું છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં વિશ્વભરમાં 3,220,928,613 લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે.

આ પણ વાંચો: સુરત: શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર રૂપિયા પોલીસે ગણતરીની કલાકોમાં પરત અપાવ્યા

બુધવારે આખા રાજ્યમાં કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે

આવતીકાલે એટલે કે બુધવારે સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ (Corona Vaccination) બંધ રહેશે. બુધવારે મમતા દિવસ હોવાથી તેમજ અન્ય રસીકરણ કાર્યક્રમ હોવાથી આખા રાજ્યમાં કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે. બીજી તરફ રાજ્યમાં હાલ વેક્સિનનો પૂરતો જથ્થો (Gujarat Covid-19 vaccine shortage) પણ ન હોવાથી આ કાર્યક્રમ એક દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.





વેક્સિન મૂકાવવા માગતા લોકો પરેશાન ન થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી અગાઉથી આ જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધી પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 2,71,07,405 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જ્યારે દેશમાં 35.75 કરોડ લોકોને અત્યારસુધી કોરોનાની રસી આપવામાં આવી છે.
First published: