અમારી રસી ભારતમાં મંજૂરી મેળવવાના અંતિમ તબક્કામાં: ફાઇઝરના CEOનો દાવો

 • Share this:
  નવી દિલ્હી: ભારતની કોરોના રસીકરણ પ્રોગ્રામ (Covid Vaccination Drive)માં ટૂંક સમયમાં બીજી રસી શામેલ થઈ શકે છે. અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર(Pfizer)ના સીઈઓએ દાવો કર્યો છે કે, તેમની રસી ભારતમાં મંજૂરી મેળવવાના અંતિમ તબક્કામાં છે. સીઇઓ આલ્બર્ટ બોરલાએ આશા વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં કંપની ભારત સરકાર સાથે કરાર કરી શકે છે. ગયા મહિને ફાઈઝરે કહ્યું હતું કે, તે ભારતને તેની રસીના 50 મિલિયન ડોઝ આપવા તૈયાર છે. કંપનીએ કહ્યું હતું કે, તે 2021માં ઘણા ડોઝ આપી શકે છે. જોકે, કંપનીએ વળતરના નિયમો સહિત કેટલીક નિયમનકારી છૂટ પણ માંગી હતી.

  અગાઉ એવા અહેવાલો મળ્યા હતા કે, ભારત સરકાર ટૂંક સમયમાં વિદેશી કોવિડ રસી ફાઇઝરને કોરોના વાયરસ રસીકરણ માટે મંજૂરી આપી શકે છે. આ સાથે, ફાઇઝર કંપની કાનૂની જવાબદારીથી પણ સુરક્ષા મેળવી શકે છે. રોયટર્સે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, "કંપનીને વળતર પણ આપવામાં આવશે, અને જો એક કંપની મળી જાય તો તે તમામ કંપનીઓને આપવામાં આવશે." એપ્રિલમાં ભારતે ફાઈઝર, મોડર્ન અને જહોનસન અને જહોનસનને રસી બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું, જોકે કેન્દ્ર સરકાર અને કંપનીઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી.

  આ પણ વાંચો: કોરોના સમયમાં દેશના રાજ્યોએ કેવી રીતે એકત્ર કર્યા 1.06 લાખ કરોડ, PM મોદીએ આપી માહિતી

  ફાઈઝરએ હજી સુધી કોઈ પણ દેશને વિના મૂલ્યે રસી વેચી નથી. વળતર મેળવ્યા પછી, કંપની રસીના કોઈપણ આડઅસર માટે કાનૂની રીતે જવાબદાર રહેશે નહીં. જણાવી દઈએ કે, ભારતે કોઈ કોવિડ રસી ઉત્પાદકને કાયદેસર વળતર આપવાનું રક્ષણ આપ્યું નથી, પરંતુ સૂત્રો કહે છે કે, સરકાર પોતાનું વલણ બદલવા જઇ રહી છે.

  આ પણ વાંચો: CBSE Board 12th Result 2021:આવી રીતે તૈયાર થશે ધોરણ 12નું રીઝલ્ટ, જાણે લેટેસ્ટ અપડેટ

  મહત્વનું છે કે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે ભારતે કોરોના રસીકરણનો રેકોર્ડ બનાવ્યો છે. સોમવારે એક દિવસમાં 85 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણના મામલે ભાજપ શાસિત મધ્યપ્રદેશ પ્રથમ નંબરે રહ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published: