ઑક્ટોબર સુધી આવી શકે છે કોરોનાની દવા! Pfizerના CEOએ કહ્યું - અમારી પાસે મજબૂત સાબિતી

ઑક્ટોબર સુધી આવી શકે છે કોરોનાની દવા! Pfizerના CEOએ કહ્યું - અમારી પાસે મજબૂત સાબિતી
ઑક્ટોબર સુધી આવી શકે છે કોરોનાની દવા! Pfizerના CEOએ કહ્યું - અમારી પાસે મજબૂત સાબિતી

ફાઇઝર જર્મનીની કંપની બાયોટેક સાથે મળીને યૂરોપ અને અમેરિકામાં દવા બનાવવા પર કામ કરી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાની મોટી દવા કંપની ફાઇઝરના (Pfizer) સીઇઓ અલ્બર્ટ બોરલા (Albert Bourla)એ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ સાથે વાતચીતમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારી(Coronavirus Pandemic)ના સારવારની દવા આ વર્ષે ઑક્ટોબર સુધી તૈયાર થઈ શકે છે. જો બધું યોગ્ય રહ્યું તો અમારી પાસે આ વાતની પાકી સાબિતી છે આ વર્ષના ઑક્ટોબરના અંત સુધી કોરોના વાયરસની દવા મળી જશે.

  ફાઇઝર જર્મનીની કંપની બાયોટેક (Biotech)સાથે મળીને યૂરોપ અને અમેરિકામાં દવા બનાવવા પર કામ કરી રહી છે. કોરોના વાયરસની દવા બનાવવામાં લાગેલી અન્ય એક કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષના અંત સુધી Covid-19ની દવા બજારમાં આવી જશે.  આ પણ વાંચો - શ્રીસંતે કહ્યું - સચિન 40 વર્ષ રમી શકે તો ધોનીની કારકિર્દી 38 વર્ષમાં કેમ ખતમ થાય?

  આ કંપની છે એસ્ટ્રેજેનેકા (AstraZeneca). આ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ સાથે મળીને વેક્સીન બનાવવા પર કામ કરી રહી છે. એસ્ટ્રેજેનેકાના બોસનું કહેવું છે કે 2020 સુધી આ મહામારીની દવા બજારમાં આવી જશે.

  એસ્ટ્રેજેનેકાના હેડ પાસ્કલ સોરિએટે કહ્યું છે કે ઘણા લોકોને આશા છે કે તેમની પાસે દવા હોય. આ વર્ષના અંત સુધી દવા હશે. જોકે તેમણે એ પણ કહ્યું છે કે દવા શોધવા માટે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે.

  દુનિયાભરના લગભગ 100થી વધારે લેબ કોરોના વાયરસની દવા તૈયાર કરવામાં લાગેલા છે. જેમાં 10 લેબ પોતાની દવાનું ક્લિનિકલ ટ્રાયલ કરાવી રહ્યું છે. આ મહામારીના કારણે દુનિયામાં 3.58 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 50 લાખથી વધારે લોકો સંક્રમિત છે.
  First published:May 29, 2020, 17:02 pm

  टॉप स्टोरीज