ફાઈઝર-બાયોએનટેકના બૂસ્ટર શોટથી કોરોના સામે મળે છે 95.6% સુધી સુરક્ષા

અમેરિકામાં 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને હાઈ રિસ્કવાળા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. (AP)

ફાઈઝર વેક્સીન (Pfizer-Biontech)નો બીજો ડોઝ લીધા બાદ 84% તો ત્રીજા (બૂસ્ટર) ડોઝ લીધા પછી સંક્રમણ સામે 95.6% સુધી સુરક્ષા મળે છે.

 • Share this:
  વોશિંગ્ટન. અમેરિકી કંપની ફાઈઝર-બાયોએનટેક (Pfizer-Biontech)ની કોરોના વેક્સીન (Covid-19 Vaccine)નો બૂસ્ટર શોટ સંક્રમણથી 95.6% સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. સ્ટડી માટે કંપનીએ 16 વર્ષથી વધુ ઉંમરના 10 હજાર લોકો પર 11 મહિના સુધી ટ્રાયલ કર્યું. એમાં સામે આવ્યું છે કે ફાઈઝર વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ 84% તો ત્રીજા (બૂસ્ટર) ડોઝ લીધા પછી સંક્રમણ સામે 95.6% સુધી સુરક્ષા મળે છે.

  ફાઈઝર-બાયોએનટેકનું કહેવું છે કે, જ્યારે ડેલ્ટા વેરિયન્ટ (Covid-19 Delta Variant) દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો, એ સમયે લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. રિસર્ચરોનું કહેવું છે કે વેક્સીનનો બૂસ્ટર ડોઝ દરેક ઉંમર, જાતિ, લિંગના લોકોમાં સમાન રીતે પ્રભાવશાળી રહ્યો છે. કંપનીના CEO અલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ટ્રાયલના રિઝલ્ટથી ખ્યાલ આવે છે કે બૂસ્ટર શોટ લીધા બાદ સંક્રમણથી સારી રીતે સુરક્ષિત રહી શકાય છે. અમે લોકો દુનિયાને આ મહામારી સામે સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. કેટલાય દેશ પોતાના નાગરિકોની ઈમ્યુનિટી વધારવા માટે કોરોના વેક્સીનના બૂસ્ટર શોટ લગાવવાનું શરુ કરી ચૂક્યા છે.

  અમેરિકામાં બૂસ્ટર ડોઝ માટે શું નિયમ?

  અમેરિકાના ફેડરલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સપ્ટેમ્બરમાં જ વેક્સીનનો બૂસ્ટર ડોઝ લગાવવાની પરવાનગી આપી ચૂક્યું છે. હાલ ત્યાં ફક્ત 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને હાઈ રિસ્કવાળા લોકોને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.

  યુરોપમાં 18+ને બૂસ્ટર ડોઝ

  યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ ઓક્ટોબરની શરૂઆતમાં જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી આપી દીધી છે. યુરોપમાં EMAને છૂટ આપવામાં આવી છે કે તે જે એજ ગ્રુપને ઈચ્છે, તેમને પહેલા બૂસ્ટર ડોઝ આપે. તો, ઇઝરાયલે પોતાની મેડિકલ ઓથોરિટીઝને 12 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું કીધું છે.

  બૂસ્ટર ડોઝની વિરુદ્ધ છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, પહેલા ગરીબોને મળે ડોઝ
  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે દુનિયાના ગરીબ દેશોમાં હજુ પણ મોટાભાગની વસ્તી એવી છે જેમને વેક્સીનનો પહેલો ડોઝ પણ નથી મળ્યો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશો દ્વારા બૂસ્ટર ડોઝ કાર્યક્રમ શરુ કરવો યોગ્ય નથી. સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલા સંગઠન ગાવી ગરીબ દેશોમાં વેક્સીન પહોંચાડવાના પ્રયત્નમાં લાગ્યું છે.
  Published by:Nirali Dave
  First published: